ગાંધીનગર: છેલ્લા કેટલાક વર્ષોથી બરોડા ડેરી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે બરોડા ડેરીની ચૂંટણી સામે આવીને ઊભી છે. ત્યારે ફરીથી ચૂંટણી વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ગઈકાલે જ મેન્ડેડ આપવાના હતા. પરંતુ અમુક કારણોસર મેન્ડેડ આપી શકાય ન હતા. જેથી આજે ફરીથી શિયાળ પાટીલના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે બરોડા ડેરીનો વિભાગ પહોંચ્યો હતો. ત્યારબાદ બેઠક કરીને હવે ત્રણ તારીખે મેન્ડેડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Gandhinagar News: બરોડા ડેરી વિવાદ પાટીલના દ્વારે પહોંચ્યો, જિલ્લા પ્રભારીની મોટી ચોખવટ
બરોડા ડેરી ચૂંટણીનો વિવાદ કેટલાય સમયથી જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. હવે ફરી નિરીક્ષકો જશે અને મેન્ડેટ આપશે.બ રોડા ચૂંટણી વિવાદ મામલે બરોડા જિલ્લાના પ્રભારી રાજેશ પાઠકે બરોડા ના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે સી આર પાટીલની મુલાકાત લીધી હતી.
" હું ગઈકાલેન્ડ લઈને ગયો હતો પરંતુ ચૂંટણી અધિકારી હાઇકોર્ટમાં હાજર હતા એટલે મેન્ડેડ આપી શકાય ન હતા. ત્યારે હવે ફરીથી એક તારીખે નિરીક્ષકો જશે અને ત્રણ તારીખે મેન્ડેડ આપવામાં આવશે. જ્યારે જીબી સોલંકી અપક્ષ ફોર્મ ભરશે તેવી વાતો પણ વ્યક્ત થઈ છે. પરંતુ તેઓએ આવું કોઈ જ નિવેદન આપ્યું નથી અને તેઓ ભાજપના જ સભ્ય છે"-રાજેશ પાઠક (બરોડા જિલ્લા પ્રભારી)
ધારાસભ્યનો મત: બરોડા ચૂંટણી વિવાદ મામલે બરોડા જિલ્લાના પ્રભારી રાજેશ પાઠકે બરોડા ના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે સી આર પાટીલની મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બરોડા ચૂંટણી મામલે કોઈ જ પ્રકારનો વિવાદ નથી. જ્યારે હાલમાં અંદરની વાત ચાલી રહી છે તેઓ પણ કંઈ નથી હાલમાં ધારાસભ્ય સાંસદ અને આગેવાનોની સાથે સી.આર. પાટીલ જોડે વાતચીત કરવામાં આવી છે. બરોડા ડેરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે. આવનારા વર્ષોમાં પણ ભાજપનું જ શાસન રહેશે. જ્યારે આજે સાંસદ સભ્ય અને ધારાસભ્યનો મત લેવામાં આવ્યો છે.
- Gandhinagar News: 67,000 વિધાર્થીઓએ મોડેલ સ્કૂલમાં મફત શિક્ષણ લીધું, વિદ્યાર્થીઓને લઈ સરકારે કરી મોટી વાત
- Gandhinagar News: 12 થી 14 જૂન વચ્ચે પ્રવેશોત્સવ, સરહદી ગામોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલકાઓને કરાવશે પ્રવેશોત્સવ
- Gandhinagar News : નાગરિકોની સુખાકારી માટે CM ભૂપેન્દ્ર પટેલે 41.80 કરોડની કરી ફાળવણી