તડકામાં રોડ પર ફરજ બજાવતી પોલીસને બેંકકર્મીઓએ સહાય કરી - કોરોના
કોરોના વાયરસે સર્જેલી પરિસ્થિતિને લઇને દેશભરમાં લૉકડાઉનનું પાલન કરાવવા પોલિસકર્મીઓ ભરતડકે કામ કરી રહ્યાં હોય છે. ત્યારે તેમને માટે મદદનો હાથ બેન્ક કર્મીઓએ લંબાવ્યો હતો.
તડકામાં રોડ ઉપર ફરજ બજાવતી પોલીસને બેંકકર્મીઓએ સહાય કરી
ગાંધીનગરઃ મુસીબતનો સમય ચાલી રહ્યો છે, ત્યારે દરેક નાગરિક એકબીજાની પડખે ઉભો રહેતો જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગરના રસ્તા ઉપર આકરા તડકામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની વહારે કર્મચારી જ આવ્યાં છે. બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા ગાંધીનગરના રસ્તા ઉપર ફરજ બજાવતી પોલીસને ફુડ પેકેટ સહિતનું વિતરણ કર્યું હતું.