બેઠકમાં બેન્કમાં નવીનતા લઇ આવવા માટે ડેટા વિશ્લેષણોને લાભ આપવા માટે અને વધુ IT સામગ્રીવાળી ઈ અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ઉપરાંત માર્ગ અને માધ્યમો પર કેન્દ્રીત બેન્કીંગ તેમજ વૃદ્ધ નાગરિકો, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓને જરૂરીયાત અને આકાંક્ષાઓ અને પ્રતિભાવ આપવાનો વિચાર કરવામાં આવ્યો છે.
બેન્કિંગ ક્ષેત્રે સુધારો લઇ આવવા બેંક ઓફ ઇન્ડીયાની સમીક્ષા બેઠક મળી - gandhinagar news
ગાંધીનગરઃ 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી બેન્કિંગ ક્ષેત્રમાં સુધારો લઇ આવવા માટે આહવાન કર્યું હતું. જેને પગલે બેન્ક ઓફ ઇન્ડિયાની 2 દિવસની સમિક્ષા બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતુંં. જેમા રાષ્ટ્રીય અગ્રતાઓમાં આગળ વધવા બેન્ક ઓફ ઇન્ડિયાએ સંકલ્પ કર્યો હતો. આ બેઠક 17 અને 18 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર ખાતે યોજાઇ હતી. બેઠકમાં તમામ ઝોનના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
![બેન્કિંગ ક્ષેત્રે સુધારો લઇ આવવા બેંક ઓફ ઇન્ડીયાની સમીક્ષા બેઠક મળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4169587-thumbnail-3x2-gandhinagar.jpg)
આ સાથે સાથે દેશની આર્થિક પ્રગતિ માટે ક્રેડિટ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, ફાર્મ સેક્ટર, અને બ્લુ ઇકોનોમી, જલ શક્તિ, એમએસએમઇ સેક્ટર, અને મુદ્રા લોન, એજ્યુકેશન લોન, એક્સપોર્ટ ક્રેડિટ, ગ્રીન ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિક્તાઓ પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે જ કેંન્દ્રની અન્ય યોજનાઓ જેવી કે, સ્વચ્છ ભારત અને મહિલા સશક્તિકરણને બેંન્કો દ્વારા કેવી રીતે સીધો લાભ પહોંચાડી શકાય તેના પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
દેશની આર્થિક પ્રગતિમાં નિચલા સ્તરેથી કેવી રીતે અસરકારક રીતે વધુ સારી સેવા આપીને બેન્કના માધ્યમથી ભાગ ભજવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.