ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલ(Union Home Minister Amit Shah)ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જે રીતે પંજાબની અટારી બોર્ડર ખાતે ભારત પાકિસ્તાનના બોર્ડર સિક્યુરીટી એજન્સી કાર્યરત છે અને લોકો આ બોર્ડર પર મુલાકાતે ( Banaskantha Sui Village Tourist Sport)જાય છે તેવી જ સુવિધા ગુજરાતમાં નડાબેટ બોર્ડર (Nadabet Border)પર શરૂ કરવામાં આવી રહી છે. જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સવારે 9 થી 10 કલાકની વચ્ચે થશે જ્યારે નડાબેટ બોડર પર પ્રવાસન સ્થળ તરીકે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
પાકિસ્તાન બોર્ડરથી 25 કિલોમીટર દૂર -નડાબેટ બોડર બાબતે ગુજરાત રાજ્યના પ્રવાસન( Gujarat Tourism )વિભાગના એમડી આલોક કુમાર પાંડે વિગત આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન બોર્ડર થી 25 કિલોમીટર દૂર (Launch of Nadabet Border Tourism)બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે આવેલા સુઈ ગામ ખાતે આ પ્રોજેક્ટ 125 કરોડના ખર્ચે ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જે રીતે અટારી અને વાઘા બોર્ડર પરેડ થાય છે અને લોકો દેશ પ્રેમનું મહત્વ સમજે છે તેવી જ પેટન થી ગુજરાતમાં નડાબેટ બોર્ડર પર ટુરીઝમ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઊંઝાથી 12 વોટર કુલર નડાબેટ બોર્ડર પર દાન કરાયા
પૂરું પેકેજ આપવામાં આવશે ટુરિસ્ટોને -પ્રવાસ અંગે વધુમાં માહિતી આપતા આલોક કુમાર પાન્ડેએ જણાવ્યું હતું કે આજે પણ પ્રવાસીઓ આવશે તે લોકોને પૂરેપૂરું પેકેજ આપવામાં આવશે. અહીંયા ટિકિટ પણ રાખવામાં આવી છે જ્યારે લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ મહત્વની વાત કરવામાં આવે તો નડાબેટ બોર્ડર ઉપર એક ખાસ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઇતિહાસને ગુજરાતને લગતી તમામ પ્રકારની માહિતીઓ રાખવામાં આવી છે સાથે જ બોર્ડર ઉપર સિક્યુરિટી કઇ રીતનું કામ કરે છે તે પ્રકારની માહિતી પણ આપવામાં આવતો સાથે જ જે યુવાનો BSFમાં અને આર્મીમાં જોડાવા માંગે છે તેવા યુવાઓને પૂરેપૂરી માહિતી પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃAmit Shah Gujarat visit : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલથી ગુજરાત પ્રવાસે, કાર્યક્રમો જાણો
ખાસ મ્યુઝિયમ તૈયાય કરવામાં આવ્યું -નડાબેટ બોર્ડર ઉપર એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઓડિયો અને વિડીયોના મદદથી તમામ વસ્તુઓની માહિતીઓ પણ આપવામાં આવશે. સાથે જ નડાબેટ બોર્ડર પાસે જે પ્રવાસન વિભાગ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન રવિવારે સવારે 9 થી10 કલાકની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કરશે.