ગુજરાત

gujarat

ETV Bharat / state

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના આગોતરા જામીનનો ફેસલો શનિવારે - ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાતા

ગાંધીનગરઃ વિવાદોમાં સંપડાયેલા રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ નારણભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે, ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી દીધી હતી. જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો. આ મુદ્દે પેથાપુર પોલીસે મંગળવારે જ અરજીકર્તા ભીખાભાઈનું નિવેદન નોંધી લેવામાં આવ્યું હતું. ઢબુડી માતાના વકીલ દ્વારા આગોતરા જામીન માટે કરવામાં આવી હતી. અરજીની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નામદાર કોર્ટ દ્વારા આવતીકાલે શનિવારે સાંજે સંભળાવવામાં આવશે.

gandhinagar

By

Published : Sep 6, 2019, 2:34 PM IST

ઢબુડી માતાના નામથી જાણીતા બનેલા ધનજી ઓડે હવે પોલીસથી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે. આ સમયે ધરપકડ થવાની શંકાએ અગાઉથી જ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી દીધી છે. જેના પર આજે 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં પેથાપુર પોલીસ દ્વારા આજે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને સરકારી વકીલ દ્વારા આગોતરા જામીન આપવામાં આવે તે માટે ધારદાર દલીલો કરી હતી. ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાતાના એડવોકેટ ચેતન રાવલ દ્વારા સોંગધનામું રજૂ કરાયું હતુ. આગોતરા જામીન અરજી ગ્રાહ્ય રાખવા સેસન્સ કોર્ટમાં દલીલ કરાઈ હતી. ધનજી ઓડ વિરુધના આક્ષેપો પાયાવિહોણા જણાવ્યા હતા. જેની સામે ભૂતકાળના ત્રણ ચુકાદા પણ નામદાર જજ સામે રજૂ કરાયા હતા. વકીલ ચેતન રાવલે કહ્યું કે, ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાં હિંદુ ધર્મના પ્રચાર માટે સભાઓ કરતો હતો.

ધનજી ઓડ ઉર્ફે ઢબુડીમાતા સામેની આગોતરા જામીનનો ફેસલો શનિવારે આવશે

કોઈ પ્રકારની દવાઓ સ્થળ ઉપર આપતો ન હતો. જ્યારે ઢબુડી માતાના સમગ્ર દેશમાં બે લાખ ફોલોઅર્સ છે. કોઈ ભક્ત દ્વારા પત્રકારને ધમકી આપવામાં આવી હતી. તેમાં તેમનો કોઈ હાથ નથી, આજે બંને પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. તેની ઉપરનો આખરી ફેંસલો આવતીકાલ શનિવારે 7 સપ્ટેમ્બર 5:00 વાગે સંભળાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details