ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વાવલંબન યોજના હેઠળ 766 જેટલા લાભાર્થીઓને 9.88 કરોડની ધિરાણ આપાઈ

ગાંધીનગર: ટાઉન હોલ ખાતે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત ધંધા વ્યવસાય તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ઓનલાઇન સહાય આપવામાં આવી હતી. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાન ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજના 33 જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરની ડિગ્રી આપવવામાં મદદરૂપ થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું. પશુપાલન યોજના, શિક્ષણ યોજના, સ્વાવલંબન યોજના હેઠળ 766 જેટલા લાભાર્થિઓને 9.88 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. આ સાથે જ 15 કરોડની નવી યોજના પણ અમલમાં મુકેલી છે.

ગોપાલક વિકાસ નિગમ દ્વારા જાગ્રતતા કાર્યક્રમ યોજાયો

By

Published : Sep 10, 2019, 7:00 PM IST

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાને આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર દ્વારા માલધારી સમાજના 33 જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટરની ડિગ્રી આપવવામાં મદદરૂપ થઇ છે. તેમજ પશુપાલન યોજના, શિક્ષણ યોજના, સ્વાવલંબન યોનજા હેઠળ 766 જેટલા લાભાર્થિઓને 9.88 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. આ સાથે જ 15 કરોડની નવી યોજના પણ અમલમાં મૂકેલી છે.

ગોપાલક વિકાસ નિગમ દ્વારા જાગ્રતતા કાર્યક્રમ યોજાયો

ઇશ્વર પરમારે વધુમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને તેમને આપવામાં આવેલી લોનને જલ્દી ભરપાઇ કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનવા માટે જણાવ્યુ હતું .જેથી અન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે, અને માલધારી સમાજને રાજ્ય અને કેન્દ્ર સરકારની વધુમાં વધુ યોજનાનો લાભ લેવા માટે પણ જણાવ્યું હતું.

રબારી, ભરવાડ સમાજના પશુપાલન સાથે સંકળાયેલા માલધારી સમાજના ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા લાભાર્થીઓને 10 કરોડની સહાય આપવામાં આવી હતી. રાજ્ય સરકારે ઓનલાઇન દ્વારા લાભાર્થીઓને ખાતામાં લોનની રકમ સિધી ટ્રાન્સફર કરી હતી. જેનો અમલ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details