ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમવાર, 4 શાસ્ત્રીય ગાયકનું એવોર્ડથી થશે સન્માન - offered
ગાંધીનગરઃ રાજ્યનું પાટનગર શિક્ષણની નગરી સાથે-સાથે સાંસ્કૃતિક નગરી તરીકે પણ વિકસી રહ્યું છે. ગાંધીનગરની અનેક સંસ્થાઓ બાળકોનો વિકાસ થાય તે માટે અને સાંસ્કૃતિક વારસો જળવાઇ રહે તે માટે કાર્ય કરી રહે છે ત્યારે, પાટનગરના ઇતિહાસમાં પ્રથમ વખત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 4 શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. મહાત્મા મંદિર ખાતે 7મી જૂનના રોજ કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા પાર્શ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ પણ પોતાના બેસ્ટ કલેક્શનના હિન્દી મુવીના ગીતો રજૂ કરશે.
![ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમવાર, 4 શાસ્ત્રીય ગાયકનું એવોર્ડથી થશે સન્માન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3480982-thumbnail-3x2-gg.jpg)
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટે કહ્યું કે, ગાંધીનગરમાં 7મી જૂનના રોજ મહાત્મા મંદિર ખાતે રાત્રે 8 વાગ્યા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય સંગીતની સાધના કરતા કલાકારોને એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે વર્ષ 2014-15નો પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત એવોર્ડ પદ્મશ્રી પંડિત અજય ચક્રવતીને એનાયત કરાશે. જ્યારે વર્ષ 2015-16નો એવોર્ડ પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને, જ્યારે 2016- 17નો એવોર્ડ પદ્મશ્રી પંડિત ઉલ્લાસ એન કાસકરને, જ્યારે 2017-18નો એવોર્ડ પદ્મશ્રી શેખર સેનને એનાયત કરવામાં આવશે.