ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ ક્રિકેટર બ્રેટ લી ખાનગી હોસ્પિટલના તબીબોને ખુશ કરવા જશે, ગાંધીનગરનો કાર્યક્રમ રદ

ગાંધીનગરઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બ્રેટ લી ઈએનટી વિભાગમાં દેશના પ્રથમ ન્યુબોર્ન સ્ક્રીનીંગ સેન્ટરનો પ્રારંભ 4 સપ્ટેમ્બરના રોજ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ત્યારબાદ આ કાર્યક્રમ હવે અમદાવાદ પૂરતો સિમિત કરી દેવામાં આવ્યો છે. જો કે, ગાંધીનગર પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલના તબીબો માટે આવતો હોવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બ્રેટ લીનો સિવિલ હૉસ્પિટલમાં કાર્યક્રમ રદ કરાયો

By

Published : Sep 3, 2019, 2:11 PM IST

સિવિલ હોસ્પિટલ મૂંગા બહેરા બાળકો માટે કોમ્પ્યુટર ઈમ્પ્લાન્ટની સર્જરી કરીને તેમને સાંભળતા અને બોલતા કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બ્રેટ લી ઈએનટી વિભાગમાં દેશના પ્રથમ ન્યુબોર્ન સ્ક્રીનીંગ સેન્ટરનો પ્રારંભ 4 સપ્ટેમ્બરના રોજ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ત્યારબાદ ઈએનટી વિભાગના વિવિધ તબીબો સાથે ચર્ચા, ઉપરાંત નાનપણથી બહેરા બાળકો વિષય પર વાર્તાલાપ કરવામાં આવનાર હતા. પરંતુ આ કાર્યક્રમ હવે અમદાવાદ પૂરતો સિમિત કરી દેવામાં આવ્યો છે.

બ્રેટ લી હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હિયરીંગ સેન્ટર શુભારંભમાં આવશે નહી. પરંતુ ગાંધીનગર પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલના તબીબોને ખુશ કરશે. કોકલીયર ઇમ્પ્લાન્ટ કરતી કંપની દ્વારા પોતાનો બિઝનેસ વધારવા માટે ક્રિકેટર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. આમ, ખાનગી હોસ્પિટલ જાણીતા ચહેરાનો ઉપયોગ કરીને જાહેરાત દ્વારા ઈમ્પ્લાન્ટની માગમાં વધારવાનો પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, આગામી સમયમાં સિવિલ હોસ્પિટલ દ્વારા રાજ્યના કોઈ પ્રધાન કે, સમાજ સેવી સંસ્થાના આગેવાન દ્વારા ન્યુબોર્ન હિઅરીંગ સેન્ટરનો શુભારંભ કરાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details