ગુજરાત

gujarat

ETV Bharat / state

કલોલમાં અગાઉની અદાવતમાં SPG આગેવાન ઉપર હુમલો - કલોક

કલોલમાં રહેતાં સરદાર પટેલ ગ્રુપ(એસપીજી)ના આગેવાન ઉપર રવિવારે મોડી સાંજે અગાઉની અદાવતમાં લાકડીઓ અને ધોકા વડે હૂમલો કરવામાં આવ્યો હતો. એસપીજીના આગેવાનો કલોલમાં આવેલા આ મૉલમાં ગયાં હતાં. તે દરમિયાન આ શખ્સો દ્વારા તેમની ઉપર હૂમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ એસપીજીના આગેવાનને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

કલોલમાં અગાઉની અદાવતમાં SPG આગેવાન ઉપર હુમલો
કલોલમાં અગાઉની અદાવતમાં SPG આગેવાન ઉપર હુમલો

By

Published : Sep 28, 2020, 7:19 PM IST

ગાંધીનગર: મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈના પિતરાઈભાઈ રાજેન્દ્ર ખોડીદાસ પટેલે ફરિયાદમા જણાવ્યું હતું કે મારા ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, કલોલના સિટી મૉલ આગળ તેમના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રભાઈને કેટલાક સખ્શો લાકડીઓ અને ધોકા વડે માર મારી રહ્યાં છે. તે દરમિયાન શૈલેન્દ્રસિંહ ગોકુલસિંહ સોઢા, વિક્રમ દેસાઈ, રવિ જગદીશ રૂપાણી, ચંદ્રભાન ગઢવી અને નિખિલ સિંઘાનિયા સહિત અન્ય પાંચ લોકો દ્વારા હાથમાં તલવાર અને ધોકા દ્વારા મારપીટ કરવામાં આવી હતી.

કલોલમાં અગાઉની અદાવતમાં SPG આગેવાન ઉપર હુમલો
ઉલ્લેખનીય છે કે અગાઉ કલોલના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ધર્મેન્દ્ર પટેલ અને આ માર મારનાર આરોપીઓ વચ્ચે બબાલ થઈ હતી, જેની અદાવત રાખીને આ હૂમલો કરવામાં આવ્યો હતો. હૂમલા દરમિયાન સોનાના બે દોરા પણ ગુમ થવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, 'અગાઉ તું બચી ગયો હતો પરંતુ હવે સામે આવ્યો તો જાનથી મારી નાખીશ' આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર પટેલ સરદાર પટેલ ગ્રુપના આગેવાન છે અને તેઓ સરદાર પટેલ ગ્રુપમાં કામગીરી કરી રહેલ 108ના પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યાં છે.
કલોલમાં અગાઉની અદાવતમાં SPG આગેવાન ઉપર હુમલો

ABOUT THE AUTHOR

...view details