ગાંધીનગર શહેરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ABVPના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેને પકડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો બળદેવજી ઠાકોર, સુરેશ પટેલ અને સી.જે.ચાવડાની ગેરહાજરીમાં કાર્યકરો દ્વારા વધારાના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બેનરો લઇને હાજર રહ્યા હતા. ત્યારે રૂપાણી ‘સરકાર હાય હાયના નારા’ લગાવ્યા હતા. ત્યારદબાદ આ વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ લેતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી 15 જેટલા NSUI અને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
ABVP નહિ પરંતુ અખિલ ભારતીય વાયોલન્સ પરિષદ છે : સૂર્યસિંહ ડાભી
ગાંધીનગરઃ અમદાવાદમાં ABVPના કાર્યકરો દ્વારા NSUIના કાર્યકરોને પ્રિ-પ્લાનિંગ કરી માર મારવામાં આવ્યો હતો. JNUમાં ચાલી રહેલી અથડામણને લઈને NSUI દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. તે દરમિયાન ABVPના કાર્યકરો દ્વારા તાલિબાનો જેવુ કૃત્ય કરવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ આ અંગે કહ્યું હતું કે, "વિદ્યાર્થી પરિષદ નહીં પરંતુ વાયોલન્સ પરિષદ છે."
ગાંધીનગર
આ ઘટના અંગે વાત કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યું હતું કે, "ગતરોજ અમદાવાદમાં કહેવાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ NSUIના કાર્યકરો પર હુમલો કરી તેમને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ વિદ્યાર્થી પરિષદ નહીં પરંતુ વાયોલન્સ પરિષદ થઈ ગઈ છે."