રાજ્યમાં કર્મચારીઓ સામે મારામારીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર બે દિવસ પહેલા કોલવડા ગામના તલાટી કમ મંત્રીને સહી સિક્કા કરી આપવાની બાબતમાં અંગૂઠા પકડાવી માર માર્યો હતો. આ બાબતની ચર્ચા હજુ પૂરી થઈ નથી, ત્યારે કલેક્ટર કચેરીમાં મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી નીલમ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાજેશ મણીલાલ પટેલે ત્રણ પાનાની અરજી લઇને આવ્યો હતો. જેને થોડો સમય બેસવાનું જણાવ્યું હતું.
કલેક્ટર કચેરીના રેવન્યુ મહિલા તલાટીને અરજદારે ઝીંક્યા ફડાકા, એટ્રોસિટી નોંધાઇ
ગાંધીનગર: કલેક્ટર કચેરીમાં રેવન્યુ વિભાગમાં મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીને એક અરજદારે સામાન્ય બાબતમાં ફડાકા ઝીંકી દીધા હતા. અરજી લઈને આવેલા અરજદારે મહિલા કર્મચારી પાસે ઇનવર્ડ નંબર નાખીને રીસીવ કોપીની માગ કરી હતી. ત્યારબાદ થોડો સમય બેસવાનું કહેતા અરજદાર ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરી હતી. આ બાબતે મહિલા કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં અરજદાર સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી.
કલેક્ટર કચેરીના રેવન્યુ મહિલા તલાટીને અરજદારે ઝીંક્યા ફડાકા
જેને લઇને રાજેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મને જાતી વિષયક શબ્દો બોલવા લાગ્યા હતા અને નામ અને જાતિ પૂછીને મારી સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. આ બનાવને લઇને કલેક્ટર કચેરીમાં લોકોના ટોળા એકઠા થયા હતા. સમગ્ર કચેરીમાં એક સમય માટે આ બાબતને લઇને ચર્ચા જોવા મળી હતી.