બેંકમાં લોન નહી મળતા યુુવક ATM પર ચોરી કરવા પહોચ્યો - GANDHINGAR
ગાંધીનગર: શહેરમાં આવેલા પેથાપુરમાં બેન્કના ATM તોડતા યુવકને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. ગાંધીનગરના આદીવાડા વિસ્તારમાં રહેતો યુવક સ્વમાનભેર જીવન જીવવા માટે બેંકમાં લોન લેવા ગયો હતો. ત્રણ-ચાર બેંકમાં લોન માટેના ધક્કા ખાઈને યુવક કંટાળતા આખરે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે આ યુવક દ્વારા બેંકનું ATM તોડવા જતા રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો.
પેથાપુર પોલીસ સ્ટેશનના PSI આરતી અનુરકરે કહ્યું કે, મંગળવારના રોજ રાત્રીનાં પેથાપુર ચોકડી પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં એક શખ્સ દ્વારા માથે હેલ્મેટ પહેરીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ATMમાં પ્રવેશ કરીને તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન ATMમાં રહેલું સાયરન વાગતા દિલ્હીમાં રહેલી બેંકના કંટ્રોલમાં રૂમમાં ATM તોડવાનો પ્રયાસ કરવાની ખબર પડી હતી. ત્યાર, બાદ તેમના દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા આ યુવકને રંગેહાથ ઝડપી લીધો હતો. યુવક પાસેથી પાના પક્કડ પણ મળી આવ્યા હતા.
ATM તોડવા આવેલા શખ્સ પાસેથી જાણવા મળ્યું હતું કે, આ અંધ યુવકનું નામ રોશનબિહારનો રહેવાસી છે. યુવક દ્વારા કેટલીક બેંકોમાં લોન મેળવવા માટે પણ ગયો હતો. પરંતુ બેંક દ્વારા તેને લોન આપવાનો સાફ ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેને ચોરી કરવા માટેપગલું ભર્યુ હતું. આ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.