ગાંધીનગરઃ રાજ્યમાં તાવ, શરદી, ઉધરસ સહિત કોરોના રોગ સંબંધિત લક્ષણો સહિતની ફરિયાદો માટે 104 હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે. જેના પર આરોગ્યલક્ષી સારવારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, એટલું જ નહીં રોગના લક્ષણો ધરાવતા 258 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર 104 પર રોજના 15 હજાર કોલ, ચેપગ્રસ્તોની સંખ્યા 39 થઈ રાજ્યમાં કોરોના વાઈરસના ટેસ્ટિંગ માટે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ જ રીતે એપોલો હોસ્પિટલ અને સુપ્રાટેક લેબોરટરીને પણ ટેસ્ટીંગ માટેની પરવાનગી આપવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર 104 પર રોજના 15 હજાર કોલ, ચેપગ્રસ્તોની સંખ્યા 39 થઈ રાજ્યમાં બુધવાર સુધીમાં કુલ 131 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 110ના પરિણામ આવ્યા છે. જેમાં એક કેસ પોઝિટીવ છે જ્યારે એક કેસ શંકાસ્પદ છે. જ્યારે 21 ટેસ્ટ પડતર છે. જે એક કેસ બુધવારે રાજકોટમાં પોઝિટીવ આવ્યો છે, તે સ્થાનિક સંક્રમિત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 39 કેસ પોઝિટીવ છે.
બીજી તરફ મુખ્ય સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, સરકાર વેપારીઓ માટે અલગથી પાસ ઇસ્યુ કરશે. જેને લઇને તેઓ શહેરમાં અલગ અલગ જગ્યાએ ઊભા રહીને વેપાર કરી શકશે. ફળફળાદી અને શાકભાજી વેચનારાઓ માટે ખાસ કરીને આ પાસ ઈશ્યુ કરવામાં આવશે.