ગાંધીનગરચીન સહિત વિશ્વના 10 દેશોમાં કોરોના બેકાબૂ (Covid Cases in India) બન્યો છે. સાથે જ કોરોનાનો નવો વેરિયન્ટ પણ તબાહી મચાવી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન (Adherence to Covid Protocol) કરાવવા પત્ર લખ્યો છે. આ ઉપરાંત તમામ એરપોર્ટ પર ટેસ્ટીંગ માટેની પણ સૂચના પણ આપી છે. તેવામં આજે ગાંધીનગરમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં (NIPER ahmedabad) કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister) નિવેદન આપ્યું હતું કે, તમામ લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
માસ્ક પહેરી રાખવુંઃ માંડવિયાકેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister)વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા, બ્રાઝિલ, ચીન જેવા દેશોમાં કોરોનાના વિસ્ફોટ થયો છે અને નવો વેવ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આપણા દેશમાં કોરોનાની મહામારીને (Covid Cases in India) ફેલાતી અટકાવવા માટે કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. ગઈકાલે જ તમામ રાજ્યોને એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી.
લોકોને કરાઈ રહ્યા છે જાગૃત કેન્દ્રિય આરોગ્ય પ્રધાને ઉંમેર્યું (Dr Mansukh Mandaviya Health Minister) હતું કે, આ ઉપરાંત જાહેરાતોના માધ્યમથી પણ દેશની જનતાને જાગૃત કરવામાં આવી રહી છે. સાથે જ સંસદના ફ્લોર પર પણ મેં નિવેદન આપીને કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા આપ સૌએ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર જાળવી રાખવાનું તેમ જ કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. જો આ રીતે કરવામાં આવશે તો ભવિષ્યની અંદર આપણા દેશની અંદર આવતી કોરોનાના (Covid Cases in India) નવા વેરિએન્ટના સંક્રમણથી આપણે બચી શકીશું.