ગુજરાત

gujarat

ETV Bharat / state

સિવિલમાં કોવિડની કામગીરી સંભાળતા તબીબને રેડીયોલોજીસ્ટની જવાબદારી સોંપી, કોરોના સંક્રમણ વધવાની શક્યતા - news in Gandhinagar civil

પાટનગરની સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ પણે ખાડે જઈ રહ્યુ છે. હોસ્પિટલમાં અનેક તબીબોની ઘટ હોવા છતાં તે બાબતે વિચારવામાં આવતું નથી. એવા સમયે કોવિડમાં કામગીરી સંભાળતા હોસ્પિટલના ઓર્થોપેડિક તબીબને રેડીયોલોજીસ્ટ વિભાગનો બીજો વધારાનો ચાર્જ આપવામાં આવે છે. ત્યારે સુપર સ્પ્રેડર બનવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

Gandhinagar
ગાંધીનગર

By

Published : Jun 24, 2020, 2:08 PM IST

ગાંધીનગર : શહેર અને જિલ્લાએ કોરોના વાઈરસ કેસમાં 500 સપાટી વટાવી દીધી છે, અને બે ચાર દિવસમાં 600 આંકડો વટાવી દેશે તેવું જોવા મળી રહ્યું છે. મોટાભાગના દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અમદાવાદથી પણ સારવાર મેળવવા આવે છે. જ્યારે તંત્ર દ્વારા પણ ગાંધીનગર રીફર કરવામાં આવતા હોય તેવા દાખલા સામે આવ્યા છે. તેવા સમયે ગાંધીનગરમાં કોરોના વાઈરસના કેસ વધશે તેમાં બેમત નથી. આવા કપરા સમયે સિવિલ તંત્ર સંભાળતા સત્તાધીશોની મતી મરી ગઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક તરીકે ફરજ બજાવતા તબીબને કોવિડની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. તે ઉપરાંત સિવિલમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રેડીયોલોજીસ્ટની જગ્યા ખાલી છે. તેને આવા કપરા કાળમાં પણ ભરવાનું સરકારમાં બેઠેલા સત્તાધીશોને સુઝતું નથી. ત્યારે આ જગ્યા ઉપર જ્યા પ્રોફેસરની જરૂર હોય ત્યાં એસોસિયેટ પ્રોફેસરને વધારાની જવાબદારી આપી છે. કોવિડની કામગીરી કરતા હોવા છતાં રેડીયોલોજીસ્ટની જવાબદારી આપવામાં આવતા તે સારવાર મેળવવા આવતા દર્દીઓની હાલત શું થઈ શકે તે આપણે વિચારી શકીએ છીએ.

સિવિલમાં કોવિડની કામગીરી સંભાળતા તબીબને રેડીયોલોજીસ્ટની જવાબદારી સોંપી
જો આ તબીબ દ્વારા રેડીયોલોજીસ્ટ વિભાગમાં સારવાર મેળવવા આવતા દર્દીઓ ચેપગ્રસ્ત થયા તો ગાંધીનગર સિવિલમાં આવતા દર્દીઓ મોટા પ્રમાણમાં પોઝિટિવ સામે આવશે. આશા રાખીએ કે, આ તબીબ મારફતે એક પણ વધારાનો કોરોના વાઈરસનો કેસ સામે ન આવે. ત્યારે સામાન્ય પ્રજાને સમજણ પડતી હોય તો મહિને લાખો રૂપિયાનો પગાર લેતા બાબુઓને કેમ સમજણ પડતી નથી. તેને લઈને સિવિલમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details