ગુજરાત

gujarat

ETV Bharat / state

Thalassemia Disease: લગ્ન પહેલા ફરજિયાત થેલેસેમિયા ટેસ્ટ જરૂરી, સરકાર લાવશે કાયદો - બાળકમાં થેલેસેમિયા રોગ

રાજ્ય સરકાર દ્વારા લગ્ન પહેલા યુવક અને યુવતીએ થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો પડશે તેવો કાયદો લાવે તેવી શક્યતા છે. જો લગ્ન પહેલા થેલેસેમિયાનો રિપોર્ટ કરવામાં નહીં આવે તો લગ્ન સર્ટિફિકેટ આપવામાં નહીં આવે. સરકાર દ્વારા દુનિયામાં આવનારાનું બાળકને લઈને નવો કાયદો વિધાનસભામાં બિલ પસાર કરશે. ત્યારે શું છે સમગ્ર વાત જૂઓ વિગતવાર.

Thalassemia Disease : સરકાર લાવશે કાયદો, લગ્ન પહેલા યુવક યુવતીનો થેલેસેમીયા રીપોર્ટ જરૂરી, નકર...
Thalassemia Disease : સરકાર લાવશે કાયદો, લગ્ન પહેલા યુવક યુવતીનો થેલેસેમીયા રીપોર્ટ જરૂરી, નકર...

By

Published : May 22, 2023, 7:14 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં દર વર્ષે 1000 જેટલા બાળકો થેલેસેમિયા રોગ સાથે જન્મ લે છે, ત્યારે રાજ્યમાં હવે આવનારું બાળક થેલેસેમીયાના રોગથી દુનિયામાં પ્રવેશ ના કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હવે ચોમાસા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં થેલેસેમિયા બિલ પસાર કરવામાં આવશે.

રાજ્યમાં હવે આવનારું બાળક થેલેસેમીયા ગ્રસ્તના જન્મે તે માટે સરકાર આવનાર વિધાનસભા સત્રમાં ખાસ થેલેસેમીયા બિલ ગૃહમાં રજૂ કરીને પસાર કરશે. આ બિલમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે, લગ્ન પહેલા યુવક અને યુવતીએ થેલેસેમિયા રિપોર્ટ કરાવવો પડશે. આ ઉપરાંત લગ્ન સર્ટિફિકેટ મેળવવા માટે પણ સરકારી કચેરીમાં થેલેસેમિયાનો રિપોર્ટ રજૂ કરવો પડશે. - ઋષિકેશ પટેલ (આરોગ્ય અને પ્રવક્તા પ્રધાન)

થેલેસેમિયા મેજરને લગ્ન સર્ટી નહીં :મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં યુવક અને યુવતી બંને થેલેસેમિયા મેજર હશે તો લગ્ન માટે તેઓ યોગ્યતા ધારણ કરતા જ નથી. પરંતુ જો તેઓ તેમ છતાં પણ લગ્ન કરે તો રાજ્ય સરકાર દ્વારા તેમને લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. ઉપરાંત યુવક યુવતી કે જેઓ બન્ને થેલેસેમિયા માઇનોર હશે તો તેઓ પણ લગ્ન નહીં કરી શકે. કારણ કે બન્ને માઇનોર યુવક યુવતીના આવનારા બાળકો થેલેસેમિયા મેજર હોય શકે છે. જેથી ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં થેલેસેમિયા બિલ પસાર કરશે. તેમાં થેલેસેમિયા માઇનોર અને સામાન્ય વ્યક્તિ લગ્ન કરી શકાશે તેવી પણ જોગવાઈ કરવામાં આવશે, પરંતુ બંને વ્યક્તિઓ એટલે કે યુવક અને યુવતી થેલેસેમિયા મેજર અને માઇનોર હોય તે માટે ખાસ જોગવાઈ બિલમાં કરવામાં આવશે.

ગુજરાતમાં 12,000 થેલેસેમિયાના દર્દીઓ :થેલેસેમિક ગુજરાત (રાજકોટ) ના પ્રેસીડન્ટ અને થેલેસેમીયા પર Ph.D. કરનાર ડોક્ટર રવિ ધાનાણીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં 12,000 જેટલા દર્દીઓ થેલેસેમીયાથી અસરગ્રસ્ત છે, જ્યારે દર વર્ષે ગુજરાતમાં 150થી 200 જેટલા નવા દર્દીઓ નોંધાય છે. જો રાજ્ય સરકાર દ્વારા નિયમ લાવવામાં આવશે તો લોકોમાં તેની જાગૃતિ આવશે અને લોકો લગ્ન પહેલાં ટેસ્ટ કરાવશે. જેથી ગુજરાતમાં આવા દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી થશે. આમ આ ખૂબ જ જરૂરી પગલું રાજ્ય સરકાર લઈ રહ્યા હોવાનું નિવેદન રવિ ધાનાણીએ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રવિ ધાનાણી ખુદ થેલેસીમિયા મેજર છે અને થેલેસેમીયા પર કરેલી કામગીરી બદલ વર્ષ 2020માં રાષ્ટ્રપતિ એવોર્ડથી રવિ ધાનાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

થેલેસેમીયા વીશે કેટલીક પ્રાથમીક માહિતી

Ahmedabad News : ગરમી શરૂ થતાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો

Bhim Army Leader Murder: ભીમ આર્મીના નેતા પશુપતિ પારસની હત્યા બાદ કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા પ્રશ્નો, વિપક્ષ આક્રમક

ABOUT THE AUTHOR

...view details