મુખ્ય તપાસ અધિકારી દિવ્યા રવીયા સાથે ખાસ વાતચીત ગાંધીનગર: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ આસારામ આશ્રમમાં વર્ષ 2001 માં થયેલ દુષ્કર્મ મામલે પીડિતાએ સુરત પોલીસમાં આસારામ, આસારામના પત્ની, દીકરી, આશ્રમ સંચાલિકા સહિત 7 લોકો પર દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં વર્ષ 2013થી ગાંધીનગર કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 7માંથી 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ફક્ત આસારામ ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર કોર્ટ 31 જાન્યુઆરીએ સવારે 11 કલાકે કોર્ટ સજા સંભળાવશે.
આ પણ વાંચો: Asaram rape case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા
12 વર્ષ પહેલા આસારામ દ્વારા દુષ્કર્મ: ત્યારે મુખ્ય તપાસ અધિકારી દિવ્યા રવીયાએ તપાસ બાબતે ETV ભારત સાથે તપાસ બાબતે ખાસ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક સુરતની એક મહિલા કે જેના ઉપર 12 વર્ષ પહેલા આસારામ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેની તપાસમાં એક સ્પેશિયલ તપાસ ટીમની રચના કરવામાં આવેલી જેમાં ઓફિસર તરીકે હું હતી અને બીજા મારી સાથે અન્ય તપાસની અધિકારી શિવાય બીજા સભ્યોમાં હતા ઉપરાંત પીઆઇ ગોહિલ હતા તે તમામે અમે બધાએ ભેગા થઈ અને તપાસ કરી હતી.
આ પણ વાંચો: Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
કેસમાં દબાણ લાવવા પ્રયત્ન: દિવ્યા રવીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ 12 બાર વર્ષ જૂનો કેસ હતો એટલે અમુક જે સંયોગી પુરાવા, મેડિકલ એવિડન્સ છે એ બધું એકત્ર કરવું એ સમયે મુશ્કેલ હતું અને સૌથી મોટું હેડલ્સ અને ચેલેન્જ એ હતું કે જ્યારે આટલા મોટા સંત મહાત્મા કહેવાતા હોય એવા આસારામ જેવા એની વિરુદ્ધ જ્યારે ફરિયાદ થાય છે ત્યારે એના સાધકો દ્વારા ઘણી બધી વખત પોલીસ અને ડીમોરલાઈઝ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા હતાં. ઈન્વેસ્ટિગેશન ઓફિસર ઉપરાંત ટીમના સભ્યો ઉપર બીજી રીતે દબાણ લાવા પ્રયત્ન કરવામાં આવેલા પરંતુ અમે તટસ્થ રહી અને અમારી તપાસ પૂર્ણ કરી જરૂર પુરાવો એકત્ર કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા. છેવટે આજ રોજ જ્યારે ચુકાદો આવેલ છે ત્યારે અમે સારી લાગણી અનુભવીએ છીએ.