ગાંધીનગરઃવૈશ્વિક મહામારી બાદ આ વર્ષે તહેવારો રંગે અને ચંગે ઉજવણી કરાઈ રહ્યા છે, ત્યારે 31મી ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થીનો(Ganesh chaturthi) તહેવાર આવી રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગ(State Home Ministry) એ પણ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાએ(DGP Ashish Bhatiya) તમામ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિકારી સાથે મહત્વની વીડિયો કોન્ફરન્સ કરીને સુરક્ષાની અંગેની ચર્ચા કરી જરૂરી સૂચના આપી છે.
આ પણ વાંચોઃક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો તેની તારીખ, મહત્વ અને વિસર્જન વિશે
DGPનું સૂચનઃરાજ્યમાં આવી રહેલા ગણેશ ઉત્સવ શાન્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થાય, તેમજ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની(Central Pollution Board) ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા આયોજન કર્યુ છે. જેના માટે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ તમામ શહેર અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની વીડિયો કોન્ફરન્સ કરી સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે ગણેશ ઉત્સવને લઈ તમામ એકમોમાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવા બેઠકમાં આદેશ કરાયા છે. આગામી તારીખ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં ગણેશઉત્સવનું આયોજન થવાનું છે. આ ઉત્સવમાં કોઈપણ જાતના છમકલા થાય નહીં અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગણેશઉત્સવ (Ganesh Chaturthi 2022) ઉજવાય અને કાયદો,વ્યવસ્થા જળવાય તે માટે તમામ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમજ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની (Central Pollution Board)ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા આયોજન કર્યુ છે.