ગુજરાત

gujarat

ETV Bharat / state

'કુપોષિત ગુજરાત': 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2.41 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર - ગુજરાત કુપોષણ

રાજ્યમાં બાળકોનો સુવિકાસ અને સુશિક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ પ્રયત્નો સફળ ન થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે કુપોષણ બાબતે અનેક પ્રશ્નો પ્રશ્નોત્તર કાળ દરમિયાન પૂછ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યમાં કુપોષણ બાબતે પ્રશ્નો કર્યા હતા.

ગુજરાત કુપોષણ: 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2,41,698 બાળકો કુપોષિત
ગુજરાત કુપોષણ: 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2,41,698 બાળકો કુપોષિત

By

Published : Feb 27, 2020, 6:26 PM IST

ગાંધીનગર: રાજ્યમાં બાળકો સુવિકસિત અને સુશિક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ પ્રયત્નો સફળ રહ્યા હોય તેવું લાગી નથી રહ્યુંના આક્ષેપ સાથે કોંગ્રેસે કુપોષણ બાબતે અનેક પ્રશ્નો વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યમાં કુપોષણ બાબતે પ્રશ્નો કર્યા હતા. જેમાં છ માસમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જેની કુલ સંખ્યા 2,41,698 હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું હતું.

ગુજરાત કુપોષણ: 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં 2,41,698 બાળકો કુપોષિત
વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યમાં કુપોષણ બાબતે વિધાનસભા ગૃહમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં છેલ્લા 6 માસમાં 3 ગણો વધારો નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે રાજ્યમાં 3,83,840 જેટલા બાળકો ઓછા વજનવાળા અને અતિ ઓછા વજન વાળા હોવાનો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણને નાથવા માટે હમણાં એક મહિના અગાઉ જ સમગ્ર રાજ્યમાં અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. સાથે જ તમામ પ્રધાનો અને સચિવ કક્ષાના અધિકારીઓને જિલ્લાની વહેંચણી પણ કરવામાં આવી હતી અને કુપોષણને નાથવા માટેના તમામ પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા છ માસમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા આણંદમાં 19,995 બાળકો જયારે સૌથી ઓછા બાળકો પોરબંદર જિલ્લામાં 789 બાળકો નોંધાયા છે.

આમ હવે રાજ્ય સરકાર માટે કુપોષણનો જે મુદ્દો છે. તે માથાના દુ:ખાવા સમાન બન્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે આ માટે એક મહિના અગાઉ ખાસ અભિયાન તો શરૂ કર્યું હતું, પરંતુ હવે તેનું પરિણામ ક્યારે જોવા મળે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details