- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- શહેરના ધારાસભ્યોને વધુ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ
- ચોમાસામાં તૂટેલા રસ્તાઓ રીપેરીંગ માટે ગ્રાન્ટ
- 35 ધારાસભ્યોને મળશે વધુ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ
ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. વાહનચાલકોને કમરમાં દુખાવો થયા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ત્યારે રાજ્યના મોટા શહેરોના રોડ રસ્તા ફરીથી સારા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યો છે કે, રાજ્યના મોટા શહેરના શહેરી વિસ્તારમાંથી ચૂંટાયને આવતા 35 જેટલા સભ્યોને વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.
રોડ રસ્તાના રીપેર માટે ઉપયોગમાં લેવાશે ગ્રાન્ટ
રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા શહેરી વિસ્તારના 35 જેટલા ધારાસભ્યોને બે કરોડની વધુ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ ગ્રાન્ટ કેવી રીતે વાપરવામાં આવશે તે બાબતે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, જે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ 35 જેટલા શહેરી વિસ્તારના ધારાસભ્યને આપવામાં આવી છે. તેમાં શહેરના અને પોતાના મતવિસ્તારના રોડ-રસ્તાઓના રીપેરીંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.
શહેરી વિસ્તારમાં 35 જેટલા ધારાસભ્યોને મળશે ગ્રાન્ટ
ગુજરાત વિધાનસભાના કુલ સંખ્યા ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યો ની સંખ્યા છે. જેમાંથી ફક્ત 35 ધારાસભ્યો મોટા શહેરના વિધાનસભા વિસ્તારમાંથી આવી રહ્યા છે. ત્યારે 182 કેટલા ધારાસભ્ય માંથી ફક્ત 35 જેટલા ધારાસભ્યોને જ વધારાની બે કરોડની ગ્રાન્ટ રસ્તાના રીપેરીંગ માટે પ્રાપ્ત થશે.
દિવાળી પહેલા રાજ્યના તમામ રસ્તાઓરીપેર કરવાનો ટાર્ગેટ
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ તાત્કાલિક ધોરણે ગણતરીના દિવસોમાં જ માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદ સંબોધી ને 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી માર્ગ રીપેરીંગ મહા અભિયાની જાહેરાત કરી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક whatsapp નંબર પણ જાહેર જનતાની ફરિયાદને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં કુલ 22 હજારથી વધુ ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે. આ ફરિયાદ પૈકી 90 ટકા જેટલી ફરિયાદનું નિરાકરણ આવ્યું હોવાનું નિવેદન પણ મીડિયા સમક્ષ અગાઉ કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ આપ્યું છે. ત્યારે દિવાળી પહેલા રાજ્યના તમામ રસ્તાઓ વહેલી તકે રીપેર થઈ જાય તે ટાર્ગેટ સાથે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના 35 જેટલા સભ્યોને વધારાની બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યના 35 જેટલા ધારાસભ્યોને મળશે વધુ 2 કરોડની ગ્રાન્ટ, શહેરના રસ્તા રીપેર કરવામાં ગ્રાન્ટનો ઉપયોગ થશે
રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે.રાજ્યના મોટા શહેરના શહેરી વિસ્તારમાંથી ચૂંટાયને આવતા 35 જેટલા સભ્યોને વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જે શહેરના અને પોતાના મતવિસ્તારના રોડ-રસ્તાઓના રીપેરીંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.
રાજ્યના 35 જેટલા ધારાસભ્યોને મળશે વધુ 2 કરોડની ગ્રાન્ટ, શહેરના રસ્તા રીપેર કરવામાં ગ્રાન્ટનો ઉપયોગ થશે