ગુજરાત

gujarat

ETV Bharat / state

New voters of Gujarat : લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતના નવા 1.60 લાખ મતદારો કરશે પ્રથમ વખત મતદાન - ચૂંટણી બૂથ

રાજ્યભરમાં ગત તારીખ 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2023 દરમિયાન એક મહિના સુધી બૂથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર રાજ્યમાંથી 17 લાખ કરતાં વધુ અરજીઓ મેળવામાં આવી હતી. જે પૈકી મતદાન માટેની પાત્રતા ધરાવતા 1.60 લાખ જેટલા નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ કરાયો છે.

લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં 1.60 નવા મતદારો
લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં 1.60 નવા મતદારો

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 8:11 PM IST

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય. ઉપરાંત એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે તારીખ 21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 3.68 લાખથી વધુ ફોર્મ નંબર 06 જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 5.09 લાખથી વધુ ફોર્મ નંબર 08 મળ્યા હતા.

1.60 લાખ નવા મતદારોઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે. હાઉસ ટુ હાઉસ સરવે દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા હતા જે પૈકી મતદાન માટેની પાત્રતા ધરાવતા 1.60 લાખ જેટલા નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ કરાયો છે.

ક્ષતિરહિત મતદારોની યાદી આવશ્યકઃ ક્ષતિરહિત મતદારયાદી માટે સૌથી અગત્યની બાબત જેવી કે એક જ મતદારના એકથી વધુ મતવિસ્તારની મતદારયાદીમાં ચાલતા નામ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગે રાજ્યભરમાંથી કુલ 8.33 લાખ જેટલા ફોર્મ નંબર 07 મળ્યા હતા.જ્યારે સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા રાજ્યભરમાંથી કુલ 5.09 લાખથી વધુ ફોર્મ નંબર 08 મેળવવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી અધિકારીઓ માન્યો આભારઃ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન BLOને પૂરતો સહયોગ આપનાર અને પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા બદલ તથા આ સમગ્ર કામગીરીને સફળ બનાવનાર ECIના સૈનિકો એવા તમામ BLOનો પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Loksabha Election 2024: દેશ અને રાજ્યમાં યોજાનારા સરકારી આરોગ્ય કેમ્પને વિપક્ષે લોકસભા ચૂંટણીનો પ્રચાર ગણાવ્યો
  2. Lok Sabha Elections 2024: ભાજપે ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખી સીએમ અને ડેપ્યુટી સીએમની બેઠક બોલાવી

ABOUT THE AUTHOR

...view details