રાજ્યના વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ અગ્રવાલ રાજ્યમાં સુપર સિનિયર આઇ.એ.એસ. અધિકારી તરીકે માનવામાં આવી રહ્યા છે. જ્યારે રાજ્યના નવા નિયુક્ત થયેલા અનિલ મુકીમ અગ્રવાલથી જુનિયર છે. અનિલ મુકિમની મુખ્ય સચિવ પદ તરીકે નિમણૂંક થતા તેઓ નારાજ થયા હતા અને 10 દિવસની મેડિકલ લિવ પર ઉતર્યા હતા. ત્યારબાદ અચાનક રાજ્યના વહીવટી વિભાગ દ્વારા તેઓનું ટ્રાસ્ફર ગાંધીનગરથી બરોડા ખાતે જીએસએફસીના ચેરમેન પદ પર નિયુક્ત કરવામાં આવ્યું છે. જ્યારે અરવિંદ અગ્રવાલ એપ્રિલ 2020માં નિવૃત થઈ રહ્યા છે. ત્યારે તેમનું મુખ્યસચિવ પદ તરીકે લગભગ નક્કી હતું પણ નામ જાહેરના થતા તેઓ રાજ્ય સરકાર વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નાણાં અગ્રસચિવ અરવિંદ અગ્રવાલની GSFCના ચેરમેન પદે નિયુક્તિ
ગાંધીનગર: રાજ્યના મુખ્યસચિવ જે.એન. સિંધ નિવૃત્ત થાય તે પહેલા જ રાજ્યના આઈ.એ.એસ. અધિકારીઓમાંથી અનેક અધિકારીઓને મુખ્ય સચિવ બનવાની રેસમાં હતા. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં દિલ્હીમાં ફરજ બજાવતા અનિલ મુકીમની રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરી હતી. ત્યારથી રાજ્યના નાણાં અગ્રસચિવ અરવિંદ અગ્રવાલ નારાજ થયા હતા. જેથી તેઓ 10 દિવસ રજા પર ઉતરી ગયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. જેથી હવે રાજ્ય સરકારે નાણાં અગ્રસચિવથી બારોડા ખાતે જીએસએફસીના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવ્યા છે.
નાણાં અગ્રસચિવ અરવિંદ અગ્રવાલનું GSFCના ચેરમેન પદે નિયુક્તિ
ઉલ્લેખનીય છે કે, અરવિંદ અગ્રવાલ એપ્રિલ 2020માં નિવૃત્ત થઈ રહ્યા છે. વહીવટી વિભાગ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે. તેમ એક વર્ષનું એક્ટેનશન પણ સાથે આપી દેવામાં આવ્યું છે.