ગાંધીનગર: ધોરણ 12 સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ 20 તારીખે જાહેર થશે તેવી ખોટી અખબારી યાદી શિક્ષણ વિભાગના નામની બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી જેને લઈને શિક્ષણ વિભાગે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં આજે એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ધોરણ-12 કોમર્સના પરિણામ અંગે ખોટી અફવા ફેલાવનારા આરોપીની ધરપકડ - ધોરણ 12 કોમર્સનુ પરિણામ જાહેર થશે તેવી ખોટી અફવા
ધોરણ 12 સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ 20 તારીખે જાહેર થશે તેવી ખોટી અફવા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. જેને લઈને શિક્ષણ વિભાગે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં આજે એક સગીર આરોપીની ધરપક્ડ કરવામાં આવી છે. અને તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના નામની ખોટી અખબારી યાદી બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ બોર્ડ ની વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવશે આ બાબતે શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ પર અનેક ફોન આવ્યા બાદ અધિકારીઓએ આ યાદી બનાવતી હોવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હ.તી જે બાબતે ગાંધીનગર DYSP એમ.કે. રાણાએ જણાવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બાબતે ખોટી અખબારી યાદી જાહેર થઈ હતી, તે બાબતે સેક્ટર 7 પોલીસ દ્વારા તે બાબતે તાપસ કરતા ખોટી યાદી એક સગીર દ્વારા બનાવવામાં આવી હતી. જેને અત્યારે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગર સેક્ટર 7 પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં શિક્ષણ વિભાગના નામે ખોટો મેસેજ વાયરલ કરવાના ગુનામાં સગીર કિશોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.