ગાંધીનગરઃ ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાની ઓળખ આપીને પેટ્રોલિંગ કરી રહેલા ઈસમને પોલીસે રંગે હાથે પકડી લીધો હતો. આયકર વિભાગમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો આરોપી લાંબા સમયથી ડેપ્યુટી કલેક્ટરની બનાવટી ઓળખ આપી આસપાસના વિસ્તારમાં ફરતો હતો. જેની વર્તણૂક શંકાસ્પદ લાગતાં પોલીસે પૂછપચ્છ કરી હતી અને તેનો ભાંડો ફૂટ્યો હતો.
ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપનારા IT વિભાગના પ્રાઈવેટ ડ્રાઈવરને પોલીસે ખોરજમાંથી પકડ્યો લોકડાઉ દરમિયાન અડાલજ PIDA ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે 10 દિવસ અગાઉ ડેપ્યુટી કલેક્ટર પણ ખાનગી રાહે પેટ્રોલિંગ કરતા હોવાની બાતમી મળી હતી. ઉચ્ચ સરકારી અધિકારી આ રીતે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરે તે બાબત પોલીસના ગળે ઉતરી ન હતી.
ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપનારા IT વિભાગના પ્રાઈવેટ ડ્રાઈવરને પોલીસે ખોરજમાંથી પકડ્યો જેથી આ બાબતે તપાસ કરતાં તથ્ય જણાયુ હતું અને ડેપ્યુટી કલેક્ટર પોતાની ખાનગી કારમાં ખોરજ તથા આસપાસના વિસ્તારોમાં અવાર-નવાર ફરતા હોવાનું જાણવા મળ્યું હતું.
ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપનારા IT વિભાગના પ્રાઈવેટ ડ્રાઈવરને પોલીસે ખોરજમાંથી પકડ્યો પોલીસે સફેદ રંગની સીઆઝ કારમાં ફરી રહેલા ડેપ્યુટી કલેક્ટરને અટકાવીને પૂછપચ્છ કરી હતી. જેમાં શરૂઆતમાં તેણે પોતાની ખોટી ઓળખ આપવાની સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકેનું આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.
જેમાં ભૂપતસિંહ ભીખુસિંહ ચાવડાનું નામ લખેલું હતું. પોલીસને શંકા જતાં તેની પૂછપચ્છ હાથ ધરાઈ હતી અને સાચું નામ ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ રાવત (રહે. સરજુ હાઈટ્સ, ચાંદખેડા) હોવાનું બહાર આવ્યું હતું.
હકીકતમાં પોતે આયકર વિભાગમાં પ્રાઈવેટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. ખોટી ઓળખ આપીને ખોટા પુરાવા ઊભા કરવાના મામલે અડાલજ પોલીસે ભુપેન્દ્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.