ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપુલ ચૌધરીને મુક્ત નહીં કરાય તો સરકાર અને ભાજપની બગડશે દિવાળી, અર્બુદા સેનાની ચિમકી - dudhsagar dairy scam

ગાંધીનગરમાં અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીના સમર્થનમાં વિરોધ (arbuda sena protest) પ્રદર્શન કર્યું હતું. અહીં અર્બુદા સેના અને ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને (vipul chaudhary dudhsagar dairy) જેલમાંથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર અને ભાજપની દિવાળી બગડશે તેવી ચિમકી આપી હતી.

વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર અને ભાજપની બગડશે દિવાળી, અર્બુદા સેનાની ચિમકી
વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર અને ભાજપની બગડશે દિવાળી, અર્બુદા સેનાની ચિમકી

By

Published : Oct 21, 2022, 3:22 PM IST

ગાંધીનગરદૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે (dudhsagar dairy scam) અર્બુદા સેનાના સુપ્રીમો વિપુલ ચૌધરી (vipul chaudhary dudhsagar dairy) અત્યારે જેલ હવાલે છે. ત્યારે અર્બુદા સેના અને ચૌધરી સમાજ તેમના સમર્થનમાં આવ્યો છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી (Satyagrah Chhavani Gandhinagar) ખાતે તેમણે સરકાર સામે વિરોધ (arbuda sena protest) પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેમણે વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માગ કરી હતી. જો આમ નહીં કરવામાં આવે તો તેમણે સરકાર અને ભાજપની દિવાળી બગડશે તેવી ચિમકી આપી હતી.

વિપુલ ચૌધરીને ઝડપથી છોડવા માગ

વિપુલ ચૌધરીને ઝડપથી છોડવા માગસત્યાગ્રહ છાવણી ખાતે (Satyagrah Chhavani Gandhinagar) જેલભરો આંદોલન દરમિયાન ચૌધરી સમાજના આગેવાનોએ નિવેદન આપ્યું હતું. તેમણે વિપુલ ચૌધરીને તાત્કાલિક ધોરણે છૂટા કરવાની માગ કરી હતી. જો આમ નહીં થાય તો આગામી દિવસમાં ચૌધરી સમાજ દ્વારા 2 લાખ લોકોનું મહાસંમેલન કરવામાં આવશે. તેમ છતાં પણ જો સરકાર અને તંત્ર વિપુલ ચૌધરી નહીં તો આગામી દિવસોમાં 1 નવેમ્બર પછી ભૂખ હડતાળ કરવાની ચિમકી આપી હતી.

ચૌધરી સમાજના લોકોની અટકાયતસત્યાગ્રહ છાવણી (Satyagrah Chhavani Gandhinagar) ખાતે વિરોધ કરવા આવેલી મહિલાઓ અને આગેવાનોને પોલીસે (Gandhinagar Police) ટીંગાટોળી કરીને તમામની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે વિપુલ ચૌધરીની આજે કોર્ટમાં જમીન અરજી છે. ત્યારે કોર્ટમાં અસર થાય તે પ્રમાણે ગાંધીનગરમાં જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે તમામ (Gandhinagar Police) લોકોની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details