પોલીસ બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂક ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ 17 દરમિયાન માર્ચ 2023માં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભા ગૃહની અંદર જ 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વિધાનસભા પૂર્ણ થયાના ચાર મહિના વિતી જવા છતાં પણ કોઈ પણ ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. ત્યારે હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલની નિમણૂક થતા હવે ગમે તે સમયે સરકાર ગૃહ વિભાગ દ્વારા PSI અને LIDની ભરતી પ્રક્રિયાની જાહેરાત થઈ શકે છે.
"પહેલા જ્યારે પોલીસ વિભાગની ભરતીની જાહેરાત કરવામાં આવતી હતી. ત્યારે અમુક સમય માટે અધિકારીઓની નિમણૂંક કરવામાં આવતી હતી. જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે કાયમી રીતે મારી અને DIG તરીકે નિયુક્ત પરીક્ષિતા રાઠોડની નિમણુંક કરી છે. હવે તમામ પોલીસ ભરતી આ બોર્ડ દ્વારા જ કરવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં ભરતી બોર્ડમાં PSI,ક્લાર્કની નિમણુંક કરવામાં આવશે."-- હસમુખ પટેલ (પોલીસ ભરતી બોર્ડ)
કોણ છે IPS હસમુખ પટેલ ?: હસમુખ પટેલ મૂળ ગુજરાતી અને વર્ષ 1993 બેચના IPS અધિકારી છે. હાલમાં હસમુખ પટેલ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડમાં ચેરમેન પદ પર નિયુકત છે. જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા તેઓને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો ગુજરાત પંચાયત પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર લીક થયું હતું.
સફળ આયોજન:જેના કારણે રાજ્ય સરકારે આ પરીક્ષાની જવાબદારી પણ હસમુખ પટેલે આપી હતી. ત્યારબાદ હસમુખ પટેલે પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત ભૂતકાળમાં 2023માં પણ લાખોની સંખ્યામાં તલાટીની પરીક્ષાનું તેઓએ સફળ આયોજન કર્યું હતું. તેથી જ તેમને પોલીસ ભરતી બોર્ડની મહત્વની જવાબદારી આપી હોવાનું પણ વાત સામે આવી રહી છે.
અગાઉ LRD પરીક્ષાનો અનુભવ:હસમુખ પટેલ હાલમાં થોડા સમય પહેલા પોલીસ વિભાગના લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન પણ તેમના હેઠળ જ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમને જાહેર પરીક્ષા લેવાનો બહોળો અનુભવ છે. તાત્કાલિક ધોરણે ગણતરીના સમયમાં જ પરિણામની જાહેરાત થાય તે રીતના આયોજન માટે રાજ્ય સરકારે હસમુખ પટેલની પસંદગી કરી છે.
- Talati Exam 2023 : પરીક્ષા કેન્દ્રોના મુખ્ય દરવાજે સીસીટીવીની નજર, ગેરરીતિઓ અટકાવવા તંત્રની દોડધામ
- Talati Exam 2023 : તલાટી પરીક્ષા ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો સંદર્ભે મોટો નિર્ણય, પેપર કેવું હશે તેની ઝાંખી આપતાં હસમુખ પટેલ