- રાજ્યમાં 5 વર્ષની ઉજવણીનો મામલો
- કેબિનેટ બેઠકમાં ઉજવણી બાબતે કરાઇ ચર્ચા
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વહીવટીતંત્રને આપ્યા અભિનંદન
- કાર્યક્રમ સફળ અને 9 દિવસમાં કુલ 8068 કરોડના કામ કર્યા
ગાંધીનગર : આજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનમંડળને 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયા હતા. અત્યારે પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારે નવ દિવસથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને શહેરોમાં પાંચ વર્ષ સરકારના નામના સાથે ભરપૂર ઉજવણી કરી હતી, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નવ દિવસમાં કરેલા કાર્ય અને કેટલા કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થયું છે. તેનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવ્યા હતા.
કેબિનેટ બેઠકમાં વાહવાહી, 5 વર્ષની ઉજવણીનો હિસાબ સરકારે કર્યો રજૂ આ પણ વાંચો:'લોકમેળા' પર ભારે સરકારી 'મેળાવડા' : રાજ્યમાં લોકમેળાનો નિર્ણય બાકી, પણ સરકાર 5 વર્ષની ઊજવણી 9 દિવસ સુધી કરાશે
21,45,913 લોકોએ આપી કાર્યક્રમમાં હાજરી
રાજ્ય સરકારે નવ દિવસ ઉજવણીમાં પસાર કરવામાં આવ્યા છે, ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 9 દિવસ ઉજવણીના હિસાબ જાહેર કરતા જણાવ્યું હતું કે, નવ દિવસમાં રાજ્ય સરકારની ઉજવણીના કાર્યક્રમમાં કુલ 21,45,913 લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, ત્યારે વિના મુલ્યે અનાજ વિતરણ સહાય દરમિયાન કુલ 16,46,300 લોકો અલગ-અલગ જિલ્લા તાલુકા કક્ષાએ હાજર રહ્યા હતા, ત્યારે વિવિધ યોજના અને વિવિધ વિભાગ પ્રમાણે કુલ 48,46,802 લોકો સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
9 દિવસમાં 1,16,400 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જે નવ દિવસની ઉજવણી કરી છે. તેમાં કુલ 1,16,400 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કુલ 8064 કરોડના કામો જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકારે અત્યાર સુધીનો સૌથી ઈતિહાસીક ઓછા દિવસોમાં સૌથી વધુ કામ કર્યું હોવાનું નિવેદન પણ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું.
આ પણ વાંચો:રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ: કિસાન સમ્માન દિવસની ઉજવણી કરી ખેડૂતોનો રોષ ઠારતી ભાજપ સરકાર
ટાર્ગેટ કરતા વધારે કામ થયું
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જે ટાર્ગેટ કે જે લક્ષ્ય રાખ્યો હતો. તેના કરતાં વધારે કામ નવ દિવસમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં 10,000 સખી મંડળને એક લાખ રૂપિયા આપવાનું લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું હતું પરંતુ તેની સામે 14,000 સખી મંડળને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જ્યારે રોજગારી દિન નિમિત્તે રાજ્યના જુવાન યુવકોને કુલ 50 હજાર જેટલા યુવાનોને રોજગાર પત્ર આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ તેની સામે એ દિવસે કુલ 62,237 યુવાનોને રોજગાર પત્ર આપવામાં આવ્યો છે.