ગુજરાત

gujarat

ETV Bharat / state

Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું - Gujarat Legislative Assembly

અરવલ્લીના ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન (Anil Joshiyara Passes Away) થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. ચેન્નઈમાં તેમની વધુ સારવાર ચાલી રહી હતી. આજે 69 વર્ષની વયે તેમનું નિધન થયું છે. આજે બપોર બાદ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. ડૉ.અનિલ જોશીયારાના નિધન ઉપર કોંગ્રેસના ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું
Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

By

Published : Mar 14, 2022, 8:26 PM IST

ગાંધીનગરઃકોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારાને કોરોના લાગુ પડતા તેમને પહેલા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને ચેન્નઈ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ આજે તેમનું દુઃખદનિધન થયું (Anil Joshiyara Passes Away) હતું. જેને લઈને આજે બપોર બાદ વિધાનસભાની( Gujarat Legislative Assembly adjourned)કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. ડૉ.અનિલ જોશીયારાના નિધન ઉપર કોંગ્રેસના ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

વિપક્ષના નેતા સુખરામ રાઠવાની પ્રતિક્રિયા -વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ડૉ.અનિલ જોષીયારાના (Dr. Anil Joshiara)વિદાયના સમાચાર ગુજરાત અને આદિવાસી સમાજમાં પહોંચ્યા છે. સમગ્ર આદિવાસી સમાજમાં તેનું દુઃખ છે. તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. તેઓ વિધાનસભાગૃહમાં સાચી વાત મૂકવાના આગ્રહી હતા. તેમનો પાર્થિવ દેહ આવતીકાલે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેમના વતન તેમનો મૃતદેહ લઈ જવાશે અને આદિવાસી સમાજના રીતરિવાજ મુજબ તેમના અંતિમસંસ્કાર કરાશે.

ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

આ પણ વાંચોઃGujarat Assembly 2022: રેતી બાદ વીજળી પૂરતી આપવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ

પૂંજા વંશની પ્રતિક્રિયા -કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે જણાવ્યું હતું કે , 1990માં પ્રથમ વખત તેમણે ડૉક્ટર અનિલ જોષીયારા સાથે વિધાનસભામાં કાર્ય કર્યું હતું. ડૉ.અનિલ જોષીયારા, શંકરસિંહ વાઘેલાની કેબિનેટમાં આરોગ્ય પ્રધાન હતા. જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે તેઓ સાથે દિલ્હી ગયા હતા. છેલ્લે જાહેર હિસાબ સમિતિના કાર્ય અર્થે જ તેમને ડૉ.અનિલ જોષીયારા સાથે વડોદરા, અંકલેશ્વર અને વાપીનો પ્રવાસ ખેડ્યો હતો.

સી.જે.ચાવડાની પ્રતિક્રિયા -ધારાસભ્ય સી.જે.ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ડૉક્ટર અનિલ જોષીયારાએ હંમેશા લોકસેવાના કાર્યો કર્યા છે. તેમની સાથે કૌટુંબિક સંબંધો હતા. જ્યારે હું સાબરકાંઠામાં નાયબ કલેક્ટર હતો, ત્યારથી તેઓ ડૉક્ટર અનિલ જોષીયારા સાથે તેઓ સંપર્કમાં હતા.

ગ્યાસુદીન શેખની પ્રતિક્રિયા -અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ડોક્ટર અનિલ જોષીયારા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમના જવાથી કોંગ્રેસ અને ગુજરાતની મોટી ખોટ વર્તાઇ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચોઃAnil Joshiyara Passes Away: અરવલ્લી કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન, ચેન્નઈમાં ચાલી રહી હતી સારવાર

ABOUT THE AUTHOR

...view details