20 ઓક્ટોબર રવિવારના દિવસે ગુજરાત રાજ્ય ગૌણ સેવા આયોગ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 3820 જેટલા ઉમેદવારોની ખાલી ભરતી માટે 20 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, પરીક્ષાના આઠ દિવસ પહેલાં જ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે.
વિદ્યાર્થીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "આવી કેવી વ્યવસ્થા છે. પરીક્ષાના આઠ દિવસ પહેલા તેને રદ્દ કરવી પડે છે. વિદ્યાર્થીઓની ચિંતા કર્યા વિના જ તંત્ર મનફાવે તેમ નિર્ણય લે છે. જેના કારણે અમારું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. અમે વર્ષથી પૈસા ખર્ચીને મહેનત કરીને પરીક્ષાની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે લબાડ તંત્ર અમારા ભવિષ્યને રમત સમજીને અમને રમાડી રહ્યું છે. બસ હવે બહુ થયું. સરકારની મનમાની ચલાવી લેવામાં નહીં આવે."