RTO ની કામગીરી પૂર્ણ કરવા માટે સરકારે 15 દિવસનો વધારો કર્યો છે. પરંતુ ગાંધીનગર RTOમાં વધારાના દિવસોનો કોઈ અર્થ જોવા મળતો નથી. જ્યારથી દિવસો વધારવામાં આવે છે, ત્યારથી કચેરીમાં તમામ સર્વર ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી ટ્રેક પર એક પણ અરજદાર ટેસ્ટ આપી શક્યો નથી. કચેરીની બહાર લાયસન્સ અને ટેસ્ટ માટેની કામગીરી બંધ હોવાની નોટીસ જાહેર કરી છે. આમ, RTO કચેરી દ્વારા અચાનક કામીગીરી અટકાવતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
ગાંધીનગરમાં RTOનું સર્વર ઠપ્પ રહેતાં સ્થાનિકોમાં રોષ - Gandhinagar rto news
ગાંધીનગરઃ રાજ્યસરકાર દ્વારા તા. 16 સપ્ટેમ્બરના રોજથી નવા ટ્રાફિકના નિયમનો લાગું કરાયા હતા. જે અંતર્ગત જે વાહનચાલક પાસે જરૂરી દસ્તાવેજ ન હોય તે નિયમાનુસાર દંડ ભરવો પડશે. અચાનક આવેલાં આવા દંડાત્મક નિયમના કારણે લોકો ભારે અસંતોષ જોવા મળ્યો હતો. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને દસ્તાવેજી કાર્ય પૂર્ણ કરવા માટે વાહનચાલકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, અને ત્યારે RTO કચેરીનું સર્વર થઈ ગયું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસરકાર દ્વારા તા. 16 સપ્ટેમ્બરના રોજથી નવા ટ્રાફિકના નિયમનો લાગું કરાયા હતા. જે અંતર્ગત જે વાહનચાલક પાસે જરૂરી દસ્તાવેજ ન હોય તે નિયમાનુસાર દંડ ભરવો પડશે. અચાનક આવેલાં આવા દંડાત્મક નિયમના કારણે લોકો ભારે અસંતોષ જોવા મળ્યો હતો. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને દસ્તાવેજી કાર્ય પૂર્ણ કરવા માટે વાહનચાલકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
આમ, કેટલાય વાહનચાલકોના દસ્તાવેજી કામ પૂર્ણ થયા નથી, ત્યારે 1 ઓક્ટોમ્બરથી લાગું થતાં નવા ટ્રાફિકના નિયમનો ભય વાહનચાલકોમાં જોવા મળી રહ્યો છે.