ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસની કામગીરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં આવેલા ગુનાઓની તપાસ ધીમી થાય છે આ સાથે જ ધીમી તપાસ થવાના કારણે પોલીસ સ્ટેશનમાં પડતર કામો વધી જાય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે નવી ભરતી થયેલા કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ ટ્વીટર મારફતે જાહેર કરતા જણાવ્યું હતું કે, હવે પોલીસ કોન્સ્ટેબલ હોદ્દામાં ભરતી થયેલા કર્મચારીઓની નવી પેઢી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરેલી હોવાથી તેવો ઇન્વેસ્ટિગેશન કરવાની પ્રક્રિયા અને કાર્યવાહીને ઝડપથી ગ્રહણ કરવા પાછળ થતાં સક્ષમ છે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, નવી ભરતી થયેલા કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે - રાજ્યના પોલીસ વડા
રાજ્યમાં પોલાસની કામગીરીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગુનામાં પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ હોય તેવા ગુનાની તપાસ નવી ભરતી થયેલા કોન્સ્ટેબલ પણ કરી શકશે.
જેથી તેમને તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કે જ ગુનાઓની તપાસ કરવાની તક પ્રાપ્ત થશે. જેથી તેઓનું પ્રદર્શન વધુ સારું થશે આ સાથે જ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન પરના કેસોના નિકાલ અંગેનું ખૂબ ભારણ હોય છે. જેથી તપાસોનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહે છે. જેથી આવી તપાસના નીકલમાં અનિવાર્ય વિલંબ થાય છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલને હવે સત્તા આપવાથી પોલીસને કામગીરીનું ભારણ પણ વધશે આ સાથે જ નવા કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે.
નવી ભરતીના કોન્સ્ટેબલ કેવી તપાસ કરી શકશે ?
પોલીસ વિભાગના જણાવ્યાં પ્રમાણે હવે કોન્સ્ટેબલને પણ ગુનાની તપાસ કરવા માટેની સત્તા આપવામાં આવી છે. ત્યારે જે ગુનામાં પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ હોય તેવા ગુનાની તપાસ કોન્સ્ટેબલ કરી શકશે. આમ રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં કુલ 12 હજારથી વધુ કોન્સ્ટેબલને તપાસ કરવાની તક મળશે. જેનાથી માઇનોર ક્રાઇમનો ઝડપી નિકાલનો માર્ગ મોકળો બનશે. આવા કોન્સ્ટેબલોને ગુજરાત પ્રોહિબીશન એક્ટ, ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમલિંગ એક્ટ, માઇનોર એક્ટ, બોમ્બે પોલીસ એક્ટ, મોટર વિહિકલ એક્ટ અને અન્ય એક્ટની તપાસ સોપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા ફક્ત હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અનુભવી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલને જ તપાસ કરવાની સત્તા હતી પરંતુ હવે નવા ભરતી થયેલા કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે.