ગાંધી જયંતિએ પ્લાસ્ટિક મુક્ત ભારત નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટિક પર નિયંત્રણનું અભિયાન હાથ ધરાનાર છે. ભારતને વર્ષ 2022 સુધીમાં વિશ્વના ટોચના 3 અર્થવ્યવસ્થા પૈકીની એક બનવાનું લક્ષ્ય છે. જે માટે યુવાશક્તિએ પરિશ્રમ-લગન અને મહેનતથી યોગદાન આપવાનું છે. યુનિવર્સિટીને પ્લાસ્ટિક રિસાયકલિંગ અને ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના ક્ષેત્રે સંશોધન-વિકાસ અભ્યાસક્રમો શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાને પી.ડી.પી.યુ.ને વિવિધ શૈક્ષણિક સુવિધાઓ શરૂ કરવા માટે રૂ. 275 કરોડની સહાય જાહેર કરી હતી.
PDPU પ્લાસ્ટિક રિસાયકલિંગ, ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક ક્ષેત્રે સંશોધન કોર્સ શરૂ કરે: શાહ દેશની સ્થિતિ 2014 પહેલા અને હાલની સ્થિતિએ અગાઉ દેશમાં મોંઘવારી 9 ટકા રહેતી હતી, જે અત્યારે ૩ ટકાથી નીચે છે. ફિસ્કલ ડેફિસિટ 5 ટકાની નજીક હતી. જેને આજે 3.3 ટકા સુધી લાવવામાં સફળ રહ્યાં છીએ. IMF આગામી બે વર્ષમાં ભારતને સૌથી ઝડપી વિકાસ કરવાવાળી ઈકોનોમીનું આશ્વાસન આપ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વર્ષ 2018-19માં FDI 56 મિલિયન ડોલર થયું છે. ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસમાં વર્ષ-2014માં આપણે 142માં સ્થાને હતા. આજે આપણે 77માં સ્થાને છીએ, જે આપણા માટે મોટી સિદ્ધિ છે. જેના પરિણામે વિશ્વભરના રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. WEFના વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્ષમાં ભારત આજે 58માં ક્રમે છે. દેશમાં GSTનો અમલ કરક્ષેત્રે સૌથી મોટો સુધારો સાબિત થયો છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આઝાદીના 7 દશકમાં દેશના યુવાનો હાથમાં પામટોપ-લેપટોપથી વિશ્વનું જ્ઞાન અર્જિત કરતા હતા. કાશ્મીરના યુવાનો અલગાવવાદ આતંકવાદથી ગુમરાહ હતાં. કાશ્મીરને હવે 370 કલમ દૂર થતા વિકાસના નવા અવસરો મળ્યાં છે. કાશ્મીરનું યુવાધન પણ જ્ઞાન સજ્જ થવાનું છે. ડિગ્રી મેળવીને હવે પોતાના વ્યવસાયિક જીવનની કેરિયર શરૂ કરવા પર્દાપણ કરી રહેલા યુવાનોને જણાવ્યું કે, યુવાશક્તિના સામર્થ્ય અને શક્તિના ભરોસે વડાપ્રધાને ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું સપનું સંજોયું છે. આજના પ્રતિસ્પર્ધના યુગમાં યુવાઓએ પોતાનો માઇન્ડસેટ કોમ્પિટિશનના બદલે કો-ઓપરેશન પર ફોકસ કરવો જોઇએ.પીડીપીયુના અધ્યક્ષ ડૉ.મુકેશ અંબાણીએ''પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સીટી''ના સાતમા દીક્ષાન્ત સમારોહના ઉપલક્ષમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે, ''ગુજરાતમાં હું જયારે-જયારે આવું છું, ત્યારે મારી ગર્વની લાગણી બેવડાય છે. ગુજરાતની ધરતી જાણે તમામ ક્ષેત્રે સર્વોપરિતાની ભાવના જન્માવે છે.'' રીતે આજની યુવાપેઢી એક અભૂતપૂર્વ વિશ્વાસ અને ઉષ્મા સાથે ડિગ્રી લેતી વખતે મારી સાથે હસ્તધૂનન કરતી હતી, તેમનો આ વિશ્વાસ ''ન્યુ ઇન્ડિયા''નું સ્વપ્નું જલ્દીથી અને જરૂરથી સાકારિત કરવાનું દર્શાવી જાય છે. આપણે આપણી મહત્વાકાંક્ષાઓને સિધ્ધિઓમાં પરિવર્તિત કરવાની છે.વૈશ્વિક દૃષ્ટિએ ટેક્નોલોજી-ડ્રિવન ''સ્ટાર્ટ અપ્સ''માં આપણે ત્રીજા ક્રમે છીએ. ''વાણિયાનું આ નગર-અમદાવાદ'' પણ તેમાં પાછું પડે તેમ નથી! દેશ અને દેશની બહાર તેમણે ઇન્સ્ટિટ્યૂશનલ અને ડિપાર્ટમેન્ટલ ઈનિટીએટીવને અગ્રતા આપવા ઉપર ભાર મુક્યો હતો. 113 વિદ્યાર્થીઓથી શરુ થયેલી આ યુનિવર્સિટી આજે માત્ર 12 વર્ષમાં લગભગ 1042ના સંખ્યાબળ સુધી પહોંચી છે. એટલું જ નહિ, એન્જીનરયિંગ-મેનેજમેન્ટ અને લિબરલ આર્ટ્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના સ્નાતક, સ્નાતકોત્તર અને ડોક્ટરલ પ્રોગ્રામ માટે ગુણવતાયુક્ત ભાવિ પેઢીને તૈયાર કરી રહી છે તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમને આગામી વર્ષોમાં વિશ્વની ટોચની 100 યુનિવર્સટીમાં પીડીપીયુને સમાવવાની નેમ વ્યક્ત કરી હતી.પીડીપીયુની સંશોધન ક્ષમતાને ધાયને લઈને યુજીસીએ તેને ખાસ ''ઓટોનોમી'' આપી હોવા અંગેનો સંતોષ પણ દર્શાવ્યો હતો. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, સાંસદ પરિમલ નથવાણી, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, પીડીપીયુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજગોપાલન, ડૉ. આર.એ.માશેલકર, ઉદ્યોગપતિ સુધીર મહેતા, ઉચ્ચ સનદી અધિકારીઓ પીડીપીયુ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો, પીડીપીયુના રજિસ્ટ્રાર તરુણ શાહ, પીડીપીયુના ફેકલ્ટીઝ, શિક્ષણવિદો, વિવિધ મેડલ તેમજ પદવી પ્રાપ્ત તેજસ્વી વિદ્યાર્થીઓનાં માતા-પિતા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.