ગાંધીનગરકેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission of India) ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર (Gujarat Election 2022) જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે ભાજપે 182 વિધાનસભાની બેઠકના મૂરતિયાઓ નક્કી કરવા કમલમ્ ખાતે ત્રણ દિવસીય બેઠકનું આયોજન કર્યું છે.
77 બેઠકો પર ચર્ચા કરાશે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં (Amit Shah Home Minister) યોજાયેલી આ બેઠકમાં આજે છેલ્લા દિવસે 77 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અગ્રણી નેતાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. બેઠકના પ્રથમ દિવસે 47 અને બીજા દિવસે 58 બેઠકો પર ચર્ચા (BJP Parliamentary Board Meeting) કરવામાં આવી હતી.
પ્રતિ બેઠક 3 ઉમેદવારો નામ નક્કી કરવામાં આવશેસેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા અને મહાનગરના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ 10 જેટલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ પ્રતિ વિધાનસભા ગુજરાતના મહુડી મંડળ પાસે મૂક્યું છે. ત્યારે ત્રણ દિવસ સુધી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah Home Minister) અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. તેમાં જિલ્લા પ્રમાણેની વિધાનસભા બેઠકો ઉપર નામની ચર્ચા કરવામાં આવશે અને ગુજરાતમાંથી પ્રતિ બેઠક 3 જેટલા નામ કેન્દ્રિય મહુડી મંડળને મોકલવામાં આવશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ભાજપના 182 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
જિલ્લાની બેઠકોની સંખ્યાઆણંદમાં 7, દાહોદમાં 6, પાટણમાં 4, છોટાઉદેપુરમાં 3, વડોદરા જિલ્લા 5, વડોદરા શહેર 5, ગીરસોમનાથમાં 4, જૂનાગઢ શહેરમાં 1, જૂનાગઢ જિલ્લામાં 4, સુરત જિલ્લામાં 6, સુરત શહેરમાં 10, કચ્છમાં 6, અમદાવાદમાં 16 બેઠકોની ચર્ચા કરાશે.