ગાંધીનગર: કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાન હેઠળ વેસ્ટન ઝોનલની આજે પ્રેસ કોન્ફરન્સનું (Gujarat west zonal press meet) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગોવાના મુખ્યપ્રધાનો હાજર રહ્યા હતા. ગાંધીનગર સચિવાલય ખાતે આયોજનમાં ડ્રગ્સ બાબતે કેન્દ્ર સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યુરોની કામગીરી કઈ રીતે આગળ વધશે તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે ચાર રાજ્યના પ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વેસ્ટન ઝોનલની બેઠકમાં જોડાયા હતા.
ડ્રગ્સ અંતર્ગત પોલીસની કામગીરીથી અસંતુષ્ટ: અમિત શાહ ડ્રગ્સ અંતર્ગત પોલીસની કામગીરીથી અસંતુષ્ટ: અમિત શાહ
વેસ્ટર્ન ઝોનલની બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે (Amit shah gujarat visit) 5 રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, તમામ રાજ્યોની પોલીસ અને એનસીબી વિભાગ સાથે એકતા રાખીને કામ કરવું પડશે જ્યારે ડ્રગ્સની હેરાફેરી વધતા જેના ઉપર અંકુશ લગાડવા માટે આ બેઠકમાં પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. સાથે જ જે પોલીસે કામગીરી કરી છે, તેનાથી મને સંતોષ ન હોવાનું નિવેદન પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાને આપ્યું હતું...
ગુજરાત પોલીસે 1864 કરોડના ડ્રગ્સનો નષ્ટ કર્યો ગુજરાત પોલીસે 1864 કરોડના ડ્રગ્સનો નષ્ટ કર્યો:અમદાવાદ અને ગુજરાત પોલીસની વાત કરવામાં આવે તો લગભગ 1864 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ (Destruction of drugs by gujarat police) કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ અત્યાર સુધી લગભગ 1,65,000 કિલોગ્રામ જપ્ત થયેલ ડ્રગ્સનો પણ નાસ કરી દીધો છે. જ્યારે દેશના પશ્ચિમ તટથી હિરોઈનની તસ્કરી પર પણ લગામ કશવી પડશે અને તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગ એક સાથે એકતા રાખીને કામ કરવું પડશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2019થી બાબતે આ એક એપ્રોચ લીધું છે અને એ બાબતે દેશમાં અગાઉ ત્રણ સંમેલન થયા જેમાં ત્રીજા સંમેલન ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો હોવાનું નિવેદન અમિત શાહે આપ્યું હતું.
યુવાઓને બચાવવા અમારી જવાબદારી યુવાઓને બચાવવા અમારી જવાબદારી:અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશના યુવાઓને ડ્રગ્સથી બચાવવું એ અમારી જવાબદારી છે, નાર્કોટિક્સને લઈને દેશમાં જે અભિયાન ચાલી રહ્યું છે. એમાં બધા જ વિભાગ દ્વારા સમન્વય રાખીને આગળ વધવું જોઈએ જ્યારે ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે. જેને આપણે સાકાર કરીશું. આમ 75માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 75 દિવસમાં 75 હજાર કિલો ટ્રક્સનો નાશ કરવાનો સંકલ્પ લીધો હતો. જે પૂર્ણ થયો છે જ્યારે આજે જ 1,65,000થી વધુ નાશ કર્યો છે.
8 વર્ષમાં અનેક કેસ દાખલ:કેન્દ્રીય અમિત શાહે કોંગ્રેસની સરકારને આડે હાથે લીધી હતી અને 2006થી 2013 સુધીમાં ફક્ત 2257 જેટલા જ ગુનાઓ નોંધાયા હતા, જ્યારે 2013થી આજ દિન સુધીમાં 3172 કેસ રજીસ્ટ્રેશન કર્યા છે. જે મોટી કામગીરી છે, જ્યારે આવા કેસમાં 152 ટકાની વૃદ્ધિ થઈ છે. 2006થી 2013 સુધી ફક્ત 1.52 લાખ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે 2014થી 2022 સુધી 3.33 લાખ કિલોગ્રામ ડ્રગ્સ, જે 768 કરોડ કિંમત હતી જે આજે 20,000 કરોડ કિંમત થઈ છે.
મારી વિનંતી ડ્રગ્સ બાબતે સરકાર કડક પગલાં ભરે મારી વિનંતી ડ્રગ્સ બાબતે સરકાર કડક પગલાં ભરે: અમિત શાહે પોતાના નિવેદનમાં રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા અને મધ્યપ્રદેશના, ગોઆના મુખ્યપ્રધાન તથા ગૃહ વિભાગને પણ ડ્રગ્સ બાબતે કડક પગલાં ભરવાની વિનંતી કરી હતી, જ્યારે ગુજરાતના નાર્કોટિક્સ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે અને કરોડોના જે ડ્રગ્સ પકડવામાં આવ્યા છે, તે બદલ રાજ્યના ગૃહ વિભાગને અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત હવે આવનારા દિવસોમાં કુરિયર અને પાર્સલ માટે પણ કડક પગલાં ભરવામાં આવશે. સાથે જ કુરિયર અને પાર્સલ એજન્સી સાથે મળીને ડ્રગ્સ ઉપર પણ પોલીસ અને એનસીબી ખાસ નજર રાખશે.