ગુજરાત

gujarat

ETV Bharat / state

આ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થઈ શકે, શાહે આપ્યા સંકેત - Amit Shah about Gujarat Development

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન થાય એ માટે દિવસો ગણાઈ રહ્યા છે. એવામાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે CM તરીકે એક વર્ષ પૂર્ણ કરતા સંબોધન કર્યું હતું. એમની વાત પરથી એ વાતના સંકેત મળ્યા છે કે, ગુજરાતમાં ચાલું મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ શકે છે.

આ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થઈ શકે, શાહે આપ્યા સંકેત
આ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થઈ શકે, શાહે આપ્યા સંકેત

By

Published : Sep 13, 2022, 1:31 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દિવસો ગણાય રહ્યા છે. મંગળવારે તારીખ 13 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને એક વર્ષ પૂર્ણ થયું છે. રાજ્ય સરકાર દ્વારા મહાત્માં મંદિર ખાતે વિશ્વાસથી વિકાસ સુધીના સૂત્ર હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે સપ્ટેમ્બર માસના અંતમાં ચૂંટણી જાહેર થાય તેવા સંકેત આપ્યા છે

આ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થઈ શકે, શાહે આપ્યા સંકેત

શુ આપ્યા સંકેત?ભુપેન્દ્ર પટેલની એક વર્ષ સરકારની કામગીરીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ વિડિઓ કોનફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની સરકાર 2/3 બહુમતીથી સરકાર બનાવશે. જ્યારે ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાન હેઠળ જ ચૂંટણી યોજવામાં આવશે. તેમણે પોતાના સંબોધનમાં ભૂપેન્દ્ર પટેલનું નામ લીધું છે. એટલે કે ભાજપમાંથી મુખ્યપ્રધાનનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ હોઈ શકે છે. એવો સંકેત પરોક્ષ રીતે આપી દીધો છે.

મતદાર યાદીઃ રાજયના ચૂંટણીપંચ દ્વારા ફાઈનલ મતદાર યાદી તારીખ 10 થી 12 ઓક્ટોબરની વચ્ચે જાહેરાત કરવાની તૈયારીઓ દર્શાવી છે. જો ચૂંટણી વહેલી જાહેર થાય તો ચૂંટણીની જાહેરાત પછી પણ મતદારીયાદી જાહેર થઈ શકે છે. ચૂંટણીના નિયમની વાત કરવામાં આવે તો જ્યારે ઉમેદવારોનો નામાંકન કરવામાં આવે ત્યારે તેના સાત દિવસ પહેલા મતદારયાદી ફ્રીઝ કરવામાં આવે છે. તે જ મતદાર યાદીને અંતિમ મતદાર યાદી ગણવામાં આવે છે. દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાતમાં જે રીતના પ્રવાસ કરી રહ્યા છે અને ગેરંટી ઉપર ગેરંટી આપી રહ્યા છે તે બાબત ઉપર પણ અમિત શાહે કટાક્ષ કર્યા હતા.

કેજરીવાલ પર કટાક્ષઃ અમિત શાહે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સપનાના વેપાર કરનારાને ગુજરાતમાં ક્યારેય સફળતા ના મળે. ગુજરાતમાં સતત 20 વર્ષથી ભાજપની સરકાર છે. જાહેર જનતાનો પ્રેમ પણ મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે અને તમામ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે.જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે સમગ્ર રાજ્યમાં કરફ્યુ, તોફાનો, બૉમ્બ ધડાકા થયા હતા.

મુખ્યપ્રધાન તરીકે ચહેરોઃગુજરાતની હયાત સરકારને 01 વર્ષ પુર્ણ થયું છે ત્યારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહત્વનું નિવેદન કરતાં ગુજરાત ભાજપનો મુખ્યપ્રધાન પદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે તેવા ફરીથી એક વખત સંકેત મળ્યા છે. સંબોધનમાં શાહે ગુજરાતની ભાજપ સરકારના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલે સીએમ તરીકે જાહેર થયા ત્યારે તેમની સામે મીડિયા દ્વારા સવાલ ઊભા કરાયા હતા. પરંતુ તેમણે સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. ગુજરાતનાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે. ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર જપ્ત કર્યો હોવાનું પણ સાબિત થયું છે.

ABOUT THE AUTHOR

...view details