ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને 47 દિવસ પુરા થયા છે. વિધાનસભાના વિરોધના નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે વિપક્ષ પદ આપવું કે નહીં તે માટે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી ત્યારે કોંગ્રેસે વિપક્ષ કાર્યાલયની ભાડેથી માંગણી કરી છે.
ભાડે કાર્યાલય આપવા માંગ કરી: ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સંભાળ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ વિધાનસભામાં કાર્યાલય અને ઓફિસ પણ આપવી પડે એ ખાનદાનની વાત છે પરંતુ ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષ સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં બીજા માળે આવેલ વિરોધ પક્ષના કાર્યાલયની માંગ કરવામાં આવી હતી અને જો ના આપવું હોય તો બજાર ભાવ જે ચાલે છે તે પ્રમાણે ચોરસ ફુટના પૈસા આપીને ભાડું આપવાની પણ વાત કરી હતી અને જે દિવસે 19 ધારાસભ્ય થાય ત્યારે ભાડું લેવાનું બંધ કરી દેજો.
કોંગ્રેસ જાહેર કરશે મેઈલ અને હેલ્પ નંબર:ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બાદ અમિત ચાવડાએ મહત્વની જાહેરાત કરી હતી કે ગુજરાતના કોઈપણ નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ અને મુશ્કેલી હોય અને સરકારમાં કામ ન થતા હોય તેવા નાગરિકો અને રજૂઆત કર્તાઓ માટે કોંગ્રેસ વિરોધ પક્ષ ખાસ એક ઇ-મેલ આઇડી અને એક whatsapp નંબર જાહેર કરશે. જેના થકી જાહેર જનતા પોતાની ફરિયાદો અને સૂચનો કોંગ્રેસને આપી શકે છે અને આ તમામ પ્રશ્નો ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉઠાવવામાં આવશે. જ્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસના તમામ હારેલા ઉમેદવારો, ધારાસભ્યો, પદાધિકારીઓ જિલ્લા તાલુકા અને શહેરીકક્ષાએ લોકોની વચ્ચે જઈને 2024 લોકસભા અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.