ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહ પોતાના મત ક્ષેત્રના વિકાસ માટે બેઠક કરશે, કોંગ્રેસ MLA પણ રહેશે હાજર - અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગાંધીનગર ખાતે સર્કીટ હાઉસમાં પોતાના મતક્ષેત્રના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર અને કલોલના ધારાસભ્ય પણ હાજરી આપશે.

ghandhinagar

By

Published : Aug 29, 2019, 2:23 PM IST

ગાંધીનગર લોકસભામાં વિકાસના કયા કામો થયા છે, કેટલા કામ પડતર છે અને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે ચર્ચા કરશે. આ બાબતે ગાંધીનગર વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતુ કે આ બેઠકમાં મહત્વના મુદ્દા જેવા કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ, શિક્ષણનો અભાવની ચર્ચા કરવામાં આવે છે. અનેક ગ્રામ્ય વિસ્તારમાં બસની સુવિધા નથી, રસ્તાઓ બિસ્માર છે. જે અંગે સરકારની ગ્રાન્ટ અને યોજના અન્વયે બનાવાય તેવી માંગ કરાઈ છે. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર સહિત અન્ય મોટા મહાનુભાવ પણ સામેલ થશે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસ માટે યોજાશે બેઠક, ગૃહપ્રધાન અમિત શાહ સાથે કોંગ્રેસ ધારાસભ્યો પણ રહેશે ઉપસ્થિત

ABOUT THE AUTHOR

...view details