ગુજરાત

gujarat

ETV Bharat / state

Buildings without BU: બીયુ નહીં ધરાવતી બિલ્ડિંગો પર કોર્પોરેશનની તવાઈ, 10 દિવસમાં 887 યુનિટ કરાયા સીલ - BU વગરના બિલ્ડિંગ પર AMC

BU(Business unit) નહીં ધરાવતા એકમોને સીલ કરવાની કામગીરી છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે. ત્યારે દસ દિવસમાં કોર્પોરેશન દ્વારા 57 જેટલી બિલ્ડીંગોના 887 કોમર્શિયલ અને રેસીડેન્ટ યુનિટ સિલ(Commercial and Resident Unit Seals) કરવામાં આવ્યા છે. જો કે, આ પ્રક્રિયા હજૂ પણ ચાલી રહી છે, જેથી બીયુ ના ધરાવતી બિલ્ડીંગોમાં(Building Without BU) હજૂ પણ તવાઈ આવશે. આ ઉપરાંત રેસીડેન્ટ અને કોમર્શિયલ એકમોમાં બિન અધિકૃત રીતે બાંધવામાં આવેલા બાંધકામો પણ તોડી(AMC strike on Building Without BU) પાડવામાં આવી રહ્યા છે.

Buildings without BU: બીયુ નહીં ધરાવતી બિલ્ડિંગો પર કોર્પોરેશનની તવાઈ : 10 દિવસમાં 887 યુનિટ કરાયા સીલ
Buildings without BU: બીયુ નહીં ધરાવતી બિલ્ડિંગો પર કોર્પોરેશનની તવાઈ : 10 દિવસમાં 887 યુનિટ કરાયા સીલ

By

Published : Dec 23, 2021, 2:27 PM IST

અમદાવાદ : બિલ્ડીંગ યુઝ પરમિશન વિના કેટલાક સમયથી વિવિધ બિલ્ડીંગોના(AMC strike on Building Without BU) એકમો શરૂ હતા. પરંતુ સાતેય ઝોનમાં એસ્ટેટ વિભાગ(Estate Department Ahmedabad) દ્વારા કોર્ટે કરેલી તાકીદના આધારે આ બિલ્ડીંગોને સીલ(Commercial and Resident Unit Seals) કરી વપરાશ બંધ કરવામાં આવી રહ્યો છે. એસ્ટેટ વિભાગના તરફથી માહિતી મુજબ ઝૂંબેશ જ્યારથી શરુ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં બીયુ નહીં ધરાવતા 549 કોમર્શીયલ અને 338 રહેણાંક યુનીટ મળી 887 જેટલા યુનિટ સીલ કરાયા છે. જેથી બિલ્ડરો પણ(AMC Seals More Buildings) દોડતા થયા છે. કેમ કે, એસ્ટેટ વિભાગ(Ahmedabad Municipal Corporation) તરફથી હજૂ પણ આ પ્રક્રિયા ચાલુ જ છે.

1,61,304 ચોરસફૂટના બિનઅધિકૃત બાંધકામ તોડી પડાયા

બિલ્ડીંગ યુઝ પરમિશન સિવાય કોમર્શિયલ અને રેસીડેન્સમાં ડીમોલેશનની કામગીરી(Demolition Work Without Permission in Ahmedabad) પણ કરવામાં આવી રહી છે. જેમાં બિન અધિકૃત બાંધકામો તોડી(Illegal Construction in Gujarat) પાડવામાં આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસે 10,595 ચોરસ ફૂટનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. બીજા દિવસે 42 યુનિટના 15,550 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરાયા એમ ત્રીજા દિવસે 22 યુનિટના 10,200 ચોરસ ફૂટ બાંધકામ તેમજ અન્ય દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રખાતા તાજેતરામાં શરુ કરાયેલી ડિમોલેશનની કામગીરીમાં(Demolition Work in Ahmedabad) રેસીડેન્સ અને કોમર્શીયલ 300થી વધુ એકમોમાં 1,61,304 ચોરસફૂટનું બાંધકામ બિનઅધિકૃત હોવાથી તેના પર ડિમોલેશનની કામગીરી કોર્પોરેશન દ્વારા કરાઈ હતી.

10 દિવસમાં સીલ કરાયેલ સ્કિમોના યુનિટની વિગત

તારીખ સ્કિમ યુનિટ
15 ડીસેમ્બર 06 128
16 ડીસેમ્બર 03 94
17 ડીસેમ્બર 09 232
18 ડીસેમ્બર 09 224
19 ડીસેમ્બર 07 44
20 ડીસેમ્બર 10 139
21 ડીસેમ્બર 03 20

આ પણ વાંચોઃ Western Railway Of Ahmedabad: દિવાળીના તહેવારમાં સતર્ક થયો હતો રેલવે વિભાગ

આ પણ વાંચોઃ સૂકા સાથે લીલું બળ્યું: અમદાવાદ AMCએ ઈંડા નોન-વેજની લારીઓ બાદ ખાણીપીણીના લારી ગલ્લા જપ્ત કર્યા

ABOUT THE AUTHOR

...view details