ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી સગર્ભા બાળક મૃત મામલો, મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

સોમવારની રાત્રે અંબાજીથી પાલનપુર હોસ્પિટલ જઇ રહેલા સર્ગભા અને તેના પરિવારજનોને અંબાજી પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને માસ્ક કેમ નથી પહેર્યા હોવાના દલીલ કરવામાં આવી હતી, જ્યારે મહિલાને પ્રસૂતાની પીડા ઉપડી હોવા છતાં પણ અંબાજી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી, બાદમાં મહિલા હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ બાળકનું ગર્ભમાં મૃત્યુ થયુ હતું. જેને લઈને મહિલા આયોગ દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા છે.

અંબાજી સગર્ભા બાળક મૃત મામલો, મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ
અંબાજી સગર્ભા બાળક મૃત મામલો, મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

By

Published : Jul 14, 2020, 5:36 PM IST

ગાંધીનગર: અંબાજી સગર્ભા બાળક મૃત મામલે તપાસના આદેશ આપતા મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, અંબાજીમાં જે ઘટના બની છે તે અત્યંત દુઃખદ ઘટના બની છે. આ બાબતે અંબાજી એસપીને લેખિતમાં આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનામાં મહિલા આયોગને પણ લેખિતમાં જાણ કરે તેવા આદેશ રાજ્યના મહિલા આયોગ દ્વારા આપવામાં આવ્યા છે.

અંબાજી સગર્ભા બાળક મૃત મામલો, મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

ઉલ્લેખનીય છે કે અંબાજી પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલે સગર્ભા મહિલાને સારવાર અર્થે લઈ જઇ રહેલી ગાડીને રોકી હતી અને માસ્ક કેમ નથી પહેરેલુ તે બાબતે પૂછપરછ કરી કાર્યવાહી કરવા માટે ગાડીને રોકી હતી. જો કે, સમય વેડફતા સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળી અને સારવાર મળે તે પહેલા જ નવજાત બાળકીનું મોત થઈ ગયું હતુું. જેથી પરિવારજનોએ પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો. બાળકીના મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન હટાવવા પરિવાર જીદે ચડતા ભારે દોડધામ મચી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details