ગુજરાત

gujarat

ETV Bharat / state

પક્ષપલટું અલ્પેશ-ધવલ કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા

અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ભાજપમાં જોડાવવાની કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી, જે રહસ્યનો હવે ક્ષત્રિય ઠાકોર સેનાની મળેલી કોર કમિટી બેઠકમાં અંત આવ્યો છે. આજે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે. જો કે, ભાજપમાં અલ્પેશને પ્રધાનમંડળમાં સ્થાન મળે છે કે કેમ તે અંગે હજુ સવાલ જ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે દિલ્હીમાં નીતી આયોગમાં જવાના હોવાથી અલ્પેશ ઠાકોર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ગયા છે.

bjp

By

Published : Jul 18, 2019, 9:38 AM IST

Updated : Jul 18, 2019, 7:39 PM IST

આ પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓબીસી એક્તા મંચના નેતાઓ પણ હાજર હતા. છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત કરી ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જે મુદ્દે આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોરની સાથે સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજમાં જોડાશે. કોંગ્રેસમાં બળવો કરીને રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની હવેની રણનીતિ શું હશે તેની પર સૌની નજર હતી.

અલ્પેશ-ધવલ કમલમ્ ખાતે ભાજપમાં જોડાયા

આ અગાઉ અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનો કોર કમિટીએ સ્વીકાર કર્યો હતો. હવે અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે. આ અંગે કોર કમિટીનું સર્વાનુમતે કહેવું હતું કે, તમે સત્તામાં રહેલી પાર્ટી સાથે રહીને ગરીબ સમાજનો વિકાસ કરી શકશો અને આપણા સમાજ માટે વિકાસ કરી શકશો.

Last Updated : Jul 18, 2019, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details