ગુજરાત

gujarat

ETV Bharat / state

પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના તમામ ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે - ભાજપ ધારાસભ્યોનું શપથગ્રહણ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના 8 ધારાસભ્યોએ વિજય મેળવ્યો છે ત્યારે આ તમામ ધારાસભ્યો લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતા માં શપથ ગ્રહણ કરશે.

પેટા ચૂંટણીમાં વિજયી બનેલા તમામ બીજેપીના ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે.
પેટા ચૂંટણીમાં વિજયી બનેલા તમામ બીજેપીના ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે.

By

Published : Nov 17, 2020, 7:55 PM IST

  • પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના ધારાસભ્યો લેશે શપથ
  • લાભ પાંચમના દિવસે યોજાશે શપથગ્રહણ સમારોહ
  • વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં ધારાસભ્યો લેશે શપથ

ગાંધીનગર: ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 10 નવેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાઈ હતી જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ 8 બેઠકો પર વિજય મેળવ્યો છે.

હવે લાભપાંચમના દિવસે તમામ વિજયી બનેલા ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં વિજય મુહૂર્ત દરમિયાન શપથ ગ્રહણ કરશે.

પેટા ચૂંટણીમાં વિજયી બનેલા તમામ ભાજપના ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે

લાભ પાંચમના દિવસે 12.39 કલાકે લેશે શપથ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુરુવારે લાભપાંચમના દિવસે 12.39 કલાકે ભાજપના આઠ વિધાનસભા બેઠકના તમામ વિજય ઉમેદવારો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસ ખાતે વિજય મુહૂર્તમાં ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે. આ સમયે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનો પણ હાજર રહેશે સાથે જ રાજ્યકક્ષાના પ્રધાનો પણ ધારાસભ્યો સાથે હાજર રહેશે.

પેટા ચૂંટણીમાં વિજયી બનેલા તમામ ભાજપના ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે

કમલમ ખાતે વિજયની ઉજવણી કરાશે

તમામ ધારાસભ્યોના શપથ કાર્યક્રમ બાદ ગાંધીનગર ખાતે આવેલ ભાજપ પ્રદેશ જે મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે આ ઉજવણીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના સંગઠનના નેતા ઉપરાંત ભાજપ પ્રદેશના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.

પેટા ચૂંટણીમાં વિજયી બનેલા તમામ ભાજપના ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે

ભાજપનું સંખ્યાબળ 111 થશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતા હેઠળ 8 ઉમેદવાર જે પેટા ચૂંટણીમાં વિજયી બન્યા છે તેઓ લાભ પાંચમને ગુરુવારના દિવસે વિજય મુહૂર્તમાં શપથ લેશે. ઉલ્લેખનીય છે કે તમામ આઠ ધારાસભ્યો ભાજપના છે ત્યારે વિધાનસભામાં ભાજપ પક્ષના કુલ સંખ્યા બળ 111 થશે.

પેટા ચૂંટણીમાં વિજયી બનેલા તમામ ભાજપના ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે

ABOUT THE AUTHOR

...view details