આજથી 100 ટકા સ્ટાફ સાથે સચિવાલય શરૂ - government
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આજે અનલોક 1માં રાજ્ય સરકારની તમામ કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયની તમામ કચેરીઓ આજે શરૂ થતા સવારથી જ સચિવાલયના ગેટ પર કર્મચારીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે જ સરકારના નિયમ પ્રમાણે તમામ કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરીને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
સચિવાલય શરૂ
ગાંધીનગર: લોકડાઉનના 69 દિવસ બાદ આજે ફરીથી સચિવાલયની તમામ કચેરીઓ ધમધમતી થઈ છે. તમામ કર્મચારીઓ પોતાના કામે આવ્યા છે. સચિવાલયના તમામ કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. ગેટ પાસે જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ સરકારી કર્મચારીઓ અને જે વ્યક્તિ સચિવાલયમાં પ્રવેશ કરે તે તમામનું થર્મલ સ્ક્રિનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.