ગાંધીનગરઃ કાળ બનેલા કોરોના સામે લડવા માટેની સતર્કતા દાખવતા ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. 16 થી 29 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમા હૉલ સહિત અનેક સંસ્થાઓ બંધ રાખાવા જણાવ્યું છે. પરંતુ બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, લોકહિતને ધ્યાનમાં રાખીને રાજ્યસરકારે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બેઠક યોજી હતી. જેમાં ભારતમાં પગપેસારો કરી રહેલા કોરોના વાયરસને ડામવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. શાળા-કૉલેજોને બંધ કરવાનો નિર્યણ લેવાયો છે. સાથે લોકોને સ્વાસ્થ્ય અંગે જાગ્રત રહેવાની સૂચના આપવામાં આવી છે.