NDRFના કમાન્ડર ઓફિસર રણવિજયસિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં 'મહા' વાવાઝોડાના પગલે NDRF ટિમ સર્તક છે. જ્યારે 'મહા' વાવઝોડાને લઇને સોમનાથ, વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સુચન આપવામાં આવી છે. જ્યારે રાજ્યના દરિયા કિનારે "મહા" નામનું વાવઝોડું જમીન સુધી પહોંચે તો ત્યાંના સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. "મહા" વાવાઝોડું 6 અને 7 નવેમ્બર સુધી આવશે, જેને લઈને 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાઠામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગાંધીનગરમાં 'મહા' વાવાઝોડાનાં પગલે 15 NDRFની ટીમ એલર્ટ પર - ગાંધીનગર હવામાંન વિભાગ
ગાંધીનગરઃ રાજ્યમાં "ક્યાર" વાવાઝોડા બાદ હવે "મહા" વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની તૈયારીઓમાં છે. જેને કારણે ગઈકાલે રાજયના મહેસુલ વિભાગ દ્વારા પણ ખાસ તકેદારીના ભાગ રૂપે તમામ કલેકટરને સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે NDRF દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં રાજ્યમાં 15 જેટલી NDRF ટીમને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં 'મહા' વાવાઝોનાં પગલે NDRF ટીમ એલર્ટ
ગાંધીનગરમાં 'મહા' વાવાઝોનાં પગલે NDRF ટીમ એલર્ટ
ગઈકાલે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ અને હવામાન વિભાગે NDRFના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કલેક્ટરો અને ઉપરી અધિકારીને સ્ટેન્ડ બાઇ મૂકી દેવામાં આવ્યા છે.