ગાંધીનગર-વિશ્વના ઉદ્યોગ અને વ્યવસાયકારો રોકાણ માટે ભારત અને ગુજરાત પર પસંદગી ઉતારી રહ્યા છે, ત્યારે ગુજરાત માં ફિલ્મ, સિરિયલ, વેવ સિરીઝ જેવા(Gujarats first cinematic tourism policy ) એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ની પ્રથમ સીનેમેટિક ટુરિઝમ પોલિસી ની જાહેરાત કરી હતી. જેમાં બોલીવુડના અભિનેતા અજય દેવગણે રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. (Ajay Devgan signs MOU with Govt )
ગુજરાતની પ્રથમ સીનેમેટિક ટુરિઝમ પોલિસી અંગે અજય દેવગણે સરકાર સાથે કર્યા MOU - પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ
આત્મ નિર્ભર ગુજરાતના નિર્માણ થી આત્મ નિર્ભર ભારત માટે આ પોલીસી ઉપયુક્ત બનશે, (Ajay Devgan signs MOU with Govt )આ પોલિસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે. આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે. (Gujarats first cinematic tourism policy )
ગુજરાતમાં શૂટિંગની તકો વધશે-ગુજરાતમાં કચ્છનું સફેદ રણ, શિવરાજપુર બીચ જેવા અનેક સ્થળો છે, જ્યાં શૂટિંગ સ્પોટ બની શકે તેવી વ્યાપક તકો છે. તેમણે સીનેમેટિક ટુરિઝમ પોલિસી થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં શૂટિંગની તકો વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.1022 કરોડના 4 એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના MOU કર્યા હતા.