ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rajkot Highway : ખાડામાંથી મુક્તિ અપાવીને એક જ સ્પીડે લોકોને મંઝીલે પહોંચાડવાનું સરકારનું આયોજન - વિધાનસભા ગૃહમાં અમદાવાદ રાજકોટ હાઇવે

વિધાનસભા ગૃહમાં સરકારે આગામી દિવસોમાં અમદાવાદ રાજકોટ હાઇવે પૂર્ણ કરવાનું જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ ખાડા અને ડાયવર્ઝન દૂર કરી તેમજ ચાર રસ્તાઓ પર બ્રિજ પણ બનાવ્યા છે. સરકારે કુલ 2253.72 કરોડનો ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવેને સિક્સ લેનનું આયોજન કર્યું છે.

Ahmedabad Rajkot Highway : ખાડામાંથી મુક્તિ અપાવીને એક જ સ્પીડે લોકોને મંઝીલે પહોંચાડવાનું સરકારનું આયોજન
Ahmedabad Rajkot Highway : ખાડામાંથી મુક્તિ અપાવીને એક જ સ્પીડે લોકોને મંઝીલે પહોંચાડવાનું સરકારનું આયોજન

By

Published : Mar 24, 2023, 1:11 PM IST

ગાંધીનગર : ગુજરાતના સૌરાષ્ટ્રનું ગેટ વે રાજકોટને ગણવામાં આવે છે. અમદાવાદ રાજકોટ હાઇવે વચ્ચે પ્રતિ દિન લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે, ત્યારે દિવસ અને દિવસે અમદાવાદ રાજકોટ હાઇવે પર ટ્રાફિક વધવાના કારણે વર્ષ 2018માં રાજ્ય સરકારે અમદાવાદ રાજકોટ હાઇવેને સિક્સ લેન બનાવવાની કામગીરી હાથ ધરી હતી. હવે આજે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે 30 જૂન 2023 સુધીમાં અમદાવાદ રાજકોટ હાઇવે પૂર્ણ કરવાનું જાહેર કર્યું છે.

6 લેન તરફ હાઇવે : રાજકોટ અમદાવાદ વચ્ચે તૈયાર થયાને હાઇવેની અમુક કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ હજી પણ એક જગ્યા પર મોટા ખાડા અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેનાથી વાહન ચાલકોને ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવે છે. આ ઉપરાંત અમદાવાદ રાજકોટ હાઇવેની કામગીરી 2020માં પૂર્ણ કરવાની હતી, પરંતુ 2023 શરૂ થયું છે, ત્યારે રાજ્ય સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં વિલંબ થવાના કારણોમાં ફોરેસ્ટ ક્લિયરન્સ જમીન સંપાદન વિદ્યુતના થાંભલા ગેસ પાઇપલાઇન તેમજ નામદાર હાઇકોર્ટના પડતર કેસ અને કોરોનાનું કારણ લેખિતમાં આપ્યું છે.

આ પણ વાંચો :Bridge Collapse: નેશનલ હાઇવે પર બ્રિજ બનતા પહેલા ધરાશાયી, અધિકારીઓએ સેવ્યું મૌન

કેટલો કરવામાં આવ્યો ખર્ચ :રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 27ની કામગીરી 75 ટકા પૂર્ણ થઈ છે. કુલ પાંચ જેટલી એજન્સીઓને આ કામની સોંપણી કરવામાં આવી હતી. જેમાં સરકારે કુલ 2253.72 કરોડનો ખર્ચે અમદાવાદ રાજકોટ હાઇવે એક્સપન કરવાનું આયોજન કર્યું છે. ઉપરાંત હવે આ હાઇવે 30 જૂન 2023 સુધી પૂર્ણ કરવાની જાહેરાત સરકારે લેખિતમાં કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અમદાવાદ વચ્ચે જે મુખ્ય ચાર રસ્તાઓ પડે છે. તે તમામ જગ્યા પર રાજ્ય સરકારે મસમોટા બ્રિજ પણ બનાવ્યા છે. જેથી વાહનચાલકોને કોઈપણ ટ્રાફિકની અગવડ વગર સીધા એક જ સ્પીડે અમદાવાદથી રાજકોટ પહોંચી શકાશે.

આ પણ વાંચો :Rajkot News : રંગીલા શહેરનો નઝારો બદલાયો, ગુજરાતના પહેલા નંબરના બ્રિજને ખુલ્લો મૂક્તા ટ્રાફિક થશે હળવો

સમયમાં બચત થશે :અમદાવાદ રાજકોટ હાઇવે પર પ્રતિદિન લાખોની સંખ્યામાં વાહનોની આવનજાવન થતી હોય છે, ત્યારે પહેલા ઓનલાઈન હાઇવે હતો, ત્યારે હવે રાજ્ય સરકારે દ્વારા શિક્ષણ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે. જેથી વાહનો ઝડપથી અમદાવાદથી રાજકોટ કરી શકશે. જેમાં સમયની પણ બચત થશે અને ટ્રાફિકમાંથી પણ વાહન ચાલકોને મુક્તિ મળશે. આમ હવે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શહેરથી વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના શહેર સુધી જવામાં વાહન ચાલકોને અગવડમાંથી મુક્તિ મળશે.

ABOUT THE AUTHOR

...view details