ગુજરાત

gujarat

અમદાવાદીઓએ માસ્ક અને હેલ્મેટ ન પહેરવા બદલ ભર્યો જંગી દંડ

By

Published : Mar 3, 2021, 7:19 PM IST

અમદાવાદીઓએ માત્ર માસ્ક ન પહેરવા બદલ 26 કરોડ રૂપિયાનો જંગી દંડ ભર્યો છે. ગૃહમાં મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે હેલ્મેટ તથા માસ્ક ન પહેરવાના કારણે થયેલા દંડની માહિતી માગી હતી, જેનો જવાબ મુખ્યપ્રધાન દ્વારા ગૃહમાં આપવામાં આવ્યો હતો.

માસ્ક
માસ્ક

  • ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે હેલ્મેટ તથા માસ્ક ન પહેરવા બદલ દંડની માહિતી માગી
  • અમદાવાદીઓએ માસ્ક ના પહેરતા 26 કરોડનો દંડ ભર્યો
  • હેલ્મેટના 1 કરોડ 31 લાખ કરતા વધુનો દંડ

ગાંધીનગર : અમદાવાદ શહેર/જિલ્લા તથા ખેડા જિલ્લામાં હેલ્મેટ તથા માસ્ક ન પહેરવાના કારણે ફટકારાયેલા દંડની માહિતી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા માંગવામાં આવી હતી. જેનો જવાબ સરકારે રજૂ કર્યો હતો. 30 જાન્યુઆરી 2021ની સ્થિતિ ગત બે વર્ષમાં રાજ્યમાં હેલ્મેટ અને માસ્ક ન પહેરવાના કારણે પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા તેમજ ખેડા જિલ્લામાં કરોડો રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

અમદાવાદીઓએ માસ્ક અને હેલ્મેટ ન પહેરવા બદલ ભર્યો જંગી દંડ

હેલ્મેટ ન પહેરવા બદલ 22,23,46,195 રૂપિયાનો દંડ વસુલાયો

અમદાવાદ શહેરમાં હેલ્મેટના પહેરવાના કારણે 22,23,46,195 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે માસ્ક ન પહેરવાના કારણે 26,96,48,800 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હેલ્મેટ અને માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 49,19,94,995 રૂપિયાનો દંડ ભર્યો છે.

અમદાવાદમાં કેટલો દંડ માસ્ક અને હેલ્મેટનો વસુલાત કર્યો?

અમદાવાદ ગ્રામ્યમાં હેલ્મેટ ન પહેરવાને કારણે 1,31,81,650 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે, જ્યારે માસ્ક ન પહેરવા બદલ 1,98,48,000નો દંડ વસુલવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાં કેટલો દંડ વસુલાત કરવામાં આવ્યો?

ખેડા જિલ્લાની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરવા બદલ 20,94,200 રૂપિયાનો દંડ તેમજ માસ્ક ન પહેરવા બદલ 8,77,03,000 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. આ સાથે જ દંડ ન ભરવાના કારણે પોલીસ દ્વારા 399 કેસ પણ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details