ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગીતા પટેલે ડોર ટૂ ડોર પ્રચાર કર્યો શરૂ - geeta patel

ગાંધીનગર: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ છે, જ્યારે ભાજપે અમદાવાદના ધારાસભ્યને જ ઉમેદવાર બનાવ્યા છે. બંને પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલે મંગળવારે મોટાચિલોડા તરફના ગામડામાં પ્રચાર અર્થે નીકળ્યા હતા. તેમણે લેકાવાળા, આલમપુર, શિહોલી, દશેલા સહિતના ગામડામાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરવા અપીલ કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 16, 2019, 2:33 PM IST

ગીતા પટેલે કહ્યું કે, ગામડાનો વિકાસ થાય ત્યારે ખરો વિકાસ કહેવાય. જ્યારે જે નેતા હજુ સુધી ગામડા જોયા જ નથી તેમની સામે ફાઇટ છે જ નહીં. મતદારો મને વિજય બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગીતા પટેલે ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કર્યો
ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23 એપ્રિલે ત્રીજા તબક્કામાં મતદાન થશે. અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ગઢ ગણાતા વિસ્તારમાં પ્રચાર અર્થે ગયા હતા. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ મંગુબેન ચૌધરી, પૂર્વ કારોબારી ચેરમેન અરવિંદ સોલંકી, યુથ કોંગ્રેસના જીતેન્દ્રસિંહ સોલંકી અને બિરેન પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. ગીતા પટેલ આ વિસ્તારના સરપંચોને મળીને તેમને વિજય બનાવવા માટે અપીલ કરી હતી.

ગીતા પટેલે કહ્યું કે, અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસની જીત થશે. તેમણે વધુમાં કહ્યું કે, આ બેઠક પર ભાજપના સાંસદ તરીકે અભિનેતા પરેશ રાવલ ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ મતદારો હજુ સુધી તેમને નેતા તરીકે ઓળખતા નથી. પાંચ વર્ષ દરમિયાન તેમને ગામડાં તરફ નજર નાખી નથી. જ્યારે તેમની સામે વર્તમાન ધારાસભ્ય ઉમેદવાર તરીકે છે ત્યારે કેવી ફાઈટ રહેશે તેના જવાબમાં કહ્યું કે, વર્તમાન ધારાસભ્ય અને તેમના હરીફ ઉમેદવાર હજુ ગામડા જોયા જ નથી. મતદારો તેમને કેવી રીતે ઓળખશે આ સંજોગોમાં હું તેમની સામે ફાઇટ સમજતી જ નથી. આ ચૂંટણીમાં ગીતા પટેલનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે વિજય થયા બાદ આ વિસ્તારના તમામ પ્રશ્નોને નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી હતી. જ્યારે 23 એપ્રિલે કોંગ્રેસ સમર્પિત એક પણ મત વેડફાય નહિ તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details