ગુજરાત

gujarat

ETV Bharat / state

કામના ભારણ વચ્ચે કૃષિપ્રધાન પડ્યા બિમાર, ડૉક્ટરે સ્વર્ણિમ સંકુલમાં જ પ્રાથમિક તપાસ કરી - કેબિનેટ વાહનવ્યવહાર અને કૃષિપ્રધાન આર.સી. ફળદુ

ગાંધીનગર : રાજ્ય સરકારમાં કૃષિ અને વાહનવ્યવહાર કેબિનેટ પ્રધાન સતત કામના ભારણ વચ્ચે ગુજરાતના ખૂણે ખૂણે પ્રવાસ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો કૃષિપ્રધાન સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને નવસારીની મુલાકાત કરી તેમાં સતત મુસાફરીના કારણે વાઇરલ ફીવર અને બીપીની તકલીફ થઈ હતી. જેના પગલે કૃષિપ્રધાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તબીબે સ્વર્ણિમ સંકુલ 1 માં આવીને પ્રાથમિક તપાસ કરી હતી.

કૃષિપ્રધાન પડ્યા બીમાર
કૃષિપ્રધાન પડ્યા બીમાર

By

Published : Dec 18, 2019, 8:24 PM IST

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક હોવાથી રાજ્યના તમામ પ્રધાનો અને તમામ અગ્ર સચિવની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આજની કેબિનેટ બેઠક બાદ રાજ્યના કેબિનેટ વાહનવ્યવહાર અને કૃષિપ્રધાન આર.સી. ફળદુ પત્રકાર પરિષદ યોજીને સ્વર્ણિમ સંકુલ 1 માં બીજા માળે આવેલ ઓફિસમાં ગયા હતા. જ્યાં અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી. જેને લઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટરે સ્વર્ણિમ સંકુલ પહોંચીને બ્લડ પ્રેસર ચેક કર્યું હતું, ત્યારબાદ પ્રાથમિક તપાસના અંતે સતત પ્રવાસ અને વર્કલોડને કારણે આરામ થયો ન હતો જેથી વાઇરલ ફીવરની અસર હોવાનું સામે આવ્યું હતું.

કૃષિપ્રધાન પડ્યા બીમાર

ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને નવસારીના સતત પ્રવાસમાં હોવાને કારણે તબીયત લથડી હતી. આમ, ડૉક્ટરે કૃષિપ્રધાનને આરામ કરવાની સલાહ આપી હતી, ત્યારબાદ ફળદુ મંત્રી આવાસ ખાતે જઈને આરામ કરવા નીકળી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details