ગાંધીનગર : રાજ્યના સર્વાંગી વિકાસ સાથે ગુજરાતના ખેડૂતોનો પણ સર્વાંગી વિકાસને લઈને કૃષિ વિભાગ દ્વારા અનેક યોજનાઓનો લાભ ખેડૂતો માટે જાહેર કરવામાં આવે છે, ત્યારે ભૂતકાળમાં અનેક વખત એવી ઘટનાઓ સામે આવી છે કે ખેડૂતે અરજી કરે છે અને ડ્રો મારફતે લાભ આપવામાં આવે છે. જેમાં અનેક ખેડૂતો બાકી રહી જાય છે, જે ઘટનાને ધ્યાનમાં લઈને કૃષિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ટુક સમયમાં કૃષિ વિભાગ ડ્રો સિસ્ટમ જ રદ કરી દેશે.
સહાયમાં વિસંગતતા હોવાનું અનુમાનરાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વના સુધારા અને નવી યોજનાઓ લાવવામાં આવશે, ત્યારે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ખેત ઓઝારો માટે સહાય આપવામાં આવે છે. જોકે, ખેત ઓઝરની સહાય આપવાની જે રીતે છે તેનાથી કૃષિ સહાય આપવામાં વિસંગતતા ઉભી થઇ રહી છે. જેથી અનેક ખેડૂતો કૃષિ વિભાગની સહાય પ્રાપ્ત કરી શકતા નથી. કૃષિ વિભાગને મળેલી રજૂઆત આધારે બજેટ સત્રમાં ખેડૂત લક્ષી કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવશે. જેમાં કૃષિ વિભાગની સહાય આપવાની રીત મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
કૃષિ વિભાગ ડ્રો સિસ્ટમ રદ કરશેકૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અનેક ખેડૂત લક્ષી યોજનામાં ખેડૂતોને ડ્રો સિસ્ટમ આધારે લાભ આપવામાં આવે છે. જેમાં તમામ ખેડૂતોને લાભ પ્રાપ્ત થતો નથી. જેના કારણે ખેડૂતોમાં સરકાર પ્રત્યેની નારાજગી વધતી જઇ રહી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા પર કૃષિ વિભાગને ડ્રો સિસ્ટમ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારનું કૃષિ વિભાગ પર કિસાન સંઘની રજુઆત બાબતે હકારાત્મક વલણ અપનાવ્યું છે. ડ્રો સિસ્ટમ નાબૂદ કરવા માટે કૃષિ વિભાગે તૈયારી દર્શાવી છે.
ડ્રો સિસ્ટમે ફરિયાદ કરાઇ હતી : કિસાન સંઘઆ અંગે ભારતીય કિસાન સંગના મહામંત્રી રમેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈ એક કૃષિ ઓજાર ની સહાય માટે 3000 ખેડૂતોએ અરજી કરી જેમાં 1500 ખેડૂતોને સહાય આપવાની હોય છે. જેથી ડ્રો સિસ્ટમમાં પ્રથમ અરજી કરનારા ખેડૂતો રહી જાય છે. ડ્રો સિસ્ટમથી જરૂરિયાત ધરાવતા ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. જેથી ડ્રો સિસ્ટમ નાબૂદ કરવા માટે કૃષિપ્રધાન રાઘવજી પટેલને રજુઆત કરવામાં આવી હતી. આમ, ડ્રો સિસ્ટમને લીધે અરજીની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમ કે એક ઘરમાં 7 ભાઈ હોય તો તમામ લોકો અરજી કરે છે. જેથી વધુમાં વધુ અરજી કરીએ તો એકાદને નંબર લાગી જશે. આ પ્રકારની વ્યવસ્થાને લીધે ખેડૂતો સરકારની યોજનથી વંચિત રહી જાય છે.